તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
55 લાખ રૂપિયાના આર્થિક વ્યવહાર પ્રકરણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા જારી કરવામાં આવેલા સમન્સ છતાં શિવસેનાના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષાએ મંગળવારે પૂછપરછ માટે હાજર રહેવાનું ટાળ્યું હતું. ખરેખર તો રાઉતે સોમવારે રાત્રે જ ઈડીને પત્ર લખીને પૂછપરછ માટે હાજર રહેવાની મુદત વધારી આપવાની માગણી કરવામાં આવી છે.વર્ષા રાઉત હવે 5 જાન્યુઆરીએ પૂછપરછ માટે ઈડી સમક્ષ હાજર થશે એવી શક્યતા છે. સોમવારે ઈડીની નોટિસ પછી રાઉત દ્વારા વકીલોની સલાહ લેવા માટે આંટાફેરા શરૂ કરવામાં આવ્યા છે. આને કારણે જ તેમણે 5 જાન્યુઆરી સુધી મુદત વધારી આપવા માગણી કરી છે, એમ તેમના નિકટવર્તી સૂત્રોએ જણાવ્યું હતું.
વર્ષા રાઉતે પીએમસી બેન્ક ખાતામાંથી રૂ. 55 લાખના આર્થિક વ્યવહાર કર્યા હતા. પીએમસી બેન્કમાં બોગસ ખાતા દ્વારા એક ડેવલપરને સેંકડો કરોડ રૂપિયાની લોન આપ્યાની બાબત 2019માં રિઝર્વ બેન્કના ધ્યાનમાં આવી હતી. આ પ્રક્રિયા પૂરી નહીં થાય તે માટે રિઝર્વ બેન્કે સપ્ટેમ્બર 2019માં નિયંત્રણો લાદ્યાં હતાં. આ નિયંત્રણો 2021 સુધી લંબાવવામાં આવ્યાં છે. પીએમસી બેન્ક ગોટાળામાં ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના શાખાએ સારંગ વાધવાન અને રાકેશ વાધવાનની ધરપકડ કરી હતી. પીએમસી બેન્કને ડુબાડવા માટે 44 ખાતાં જવાબદાર હતાં, જેમાંથી 10 ખાતાં એચડીઆઈએલનાં હતાં.
કેટલી રકમ મળી તેની તપાસ થવી જ જોઈએ
ભાજપના નેતા કિરીટ સોમૈયાએ સવાલ કર્યો હતો કે રાઉત પરિવારને ઈડીએ ત્રીજી વાર સમન્સ આપ્યા હતા. તો પછી તેમનો પરિવાર પૂછપરછ માટે કેમ હાજર થતો નથી. તેઓ પૂછપરછથી શા માટે ભાગે છે. એચડીઆઈએલે પીએમસી બેન્કના રૂ. 5400 કરોડ હડપી લીધા છે. એચડીઆઈએલના પ્રવીણ રાઉતના પરિવાર સાથે કરોડોના આર્થિક વ્યવહાર થયા છે. પ્રવીણ રાઉતના સંજય રાઉત પરિવાર સાથે ખાસ સંબંધ અને આર્થિક વ્યવહાર છે. બંને રાઉત પરિવાર પાસે કરોડોની માલમતા છે. આ પૈસા ક્યાંથી આવ્યા. એચડીઆઈએલના માધ્યમથી પીએમસી બેન્કના પૈસા ક્યાં ગયા, એચડીઆઈએલ અને તેના ગ્રુપની કંપનીઓ પાસેથી બંને રાઉત પરિવારને કેટલી રકમ મળી તેની તપાસ થવી જ જોઈએ, એવી માગણી પણ તેમણે કરી છે.
મેદાને આવે તો નાગો કોણ છે તે સમજાશે
દરમિયાન આ મુદ્દાને લઈને સંજય રાઉતે કેન્દ્ર સરકારને ચેતવણી આપી હતી કે હું નાગો માણસ છું, મારી સાથે અદાવત નહીં રાખો. આ વિશે ભાજપના સાંસદ નિલેશ રાણેએ જણાવ્યું કે રાઉત જેવા લોકો મર્દાનગીની વાતો કરે છે તેના જેવું હાસ્યાસ્પદ બીજું કશું નથી. આખું જીવન એક ખોલીમાં બેસીને વિતાવ્યું તેઓ મેદાનમાં લડવાની વાતો કરે છે. મેદાનમાં આવ્યા પછી તેમને સમજાશે કે નાગો કોને કહેવાય છે. આ પછી તેમને કહેતા રહેવું પડશે, મૈ નંગા હૂં.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.