તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:પાલિકા દ્વારા ઝાડના રક્ષણની ઈન્ગ્લેન્ડના મેગેઝીનમાં નોંધ

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝાડના થડને જીવાત અને ફૂગથી બચાવવા ગેરૂ અને ચૂનાના લેપન પર વિશેષ લેખ

મુંબઈ મહાપાલિકા ક્ષેત્રમાં જાહેર સ્થળો ખાતે ઝાડ પર જીવાત, ફૂગ અને જીવાણુઓનો સંક્રમણ લાગુ નહીં થાય તે મહાપાલિકાના ઉદ્યાન વિભાગ દ્વારા ઝાડના થડને ગેરૂ (વ્હાઈટ લાઈમ કે કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ) અને ચૂનો (સિનોપિયા કે રેડ ઓચર પાઉડર)નું લેપન નિયમિત કરવામાં આવે છે, જેની નોંધ ઈન્ગ્લેન્ડના આંતરરાષ્ટ્રીય કક્ષાના એઆરબી મેગેઝીને લીધી છે. ઉદ્યાનના સુપરિન્ટેન્ડેન્ટ જિતેન્દ્ર પરદેશીના આ સંબંધી એક વિશેષ અને સંશોધનયુક્ત લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે.

મેયર કિશોરી પેડણેકર દ્વારા આ માટે ઉદ્યાન વિભાગને અભિનંદન આપીને શુભેચ્છા આપવામાં આવી. મહાપાલિકા ક્ષેત્રમાં 700 ઉદ્યાન હોઈ લાખ્ખો ઝાડની સુયોગ્ય રીતે કાળજી કઈ રીતે લેવામાં આવે છે તેની ઝાડ, દેખભાળ, પર્યાવરણ સંવર્ધન વિષય પરના એઆરબી મેગેઝીને નોંધ લીધી છે. લેખમાં લેપનની પારંપરિક પદ્ધતિ અને મહત્ત્વની જાણકારી આપવામાં આવી છે.આ પૂર્વે મલેશિયાના કેદાહ રાજ્યના રાજા સુલતાન સાલેહુદ્દીન ઈબની અલમરહુમ સુલતાન બદલીશાહ દ્વારા પણ નોંધ લેવામાં આવી હતી અને મલેશિયામાં આ પદ્ધતિનો અમલ કરવા તેમના અધિકારીઓને સૂચના આપી હતી.

ગેરૂનું મહત્ત્વ શું છે
ગેરૂમાં અમ્લીય ગુણધર્મ (એસિડિક) હોય છે, જ્યારે ચૂનામાં અલ્કધર્મી ગુણધર્મ (આલ્કલીના) હોય છે. ગેરૂ અને ચૂનો બંને ઝાડના થડને યોગ્ય રીતે લગાવવામાં આવે તો ઝાડને જંતુ, જીવાણુ, ફૂગ લાગુ થતાં નથી. વરસાદ જ્યાં વધુ પડે ત્યાં ઝાડને ફૂગની શક્યતા વધુ જાય છે. આથી મુંબઈમાં ઝાડને ફૂગ લાગવાની વધુ શક્યતા હોય છે. તેથી લેપન કરાય છે. ફૂગના વિવિધ પ્રકાર છે, જેમાં અમુક ગેરૂથી અને અમુક ચૂનાથી કાબૂમાંઆવે છે. આથી ઝાડની નીચેની બાજુમાં ગેરૂનો પટ્ટો, જ્યારે ઉપરના ભાગમાં ચૂનાનું લેપન કરવામાં આવે છે.

થડમાં લેપન શા માટે
સામાન્ય રીતે ફૂગ ઝાડની નીચેની બાજુથી શરૂ થાય છે અને તે ઉપરના ભાગમાં ફેલાય છે. આથી થડમાં લેપન કરાય છે. ઝાડમાં થડ ભેદક લાગુ થાય તો ઝાડને કોતરવાને કારણે તે પડી જવાની અને મૃત પામવાની સંભાવના હોય છે. લેપનથી થડભેદક સામે પણ રક્ષણ મળે છે. વળી ઉનાળામાં ઝાડની છાલમાં તડ પડતી નથી. શિયાળામાં દિવસ અને રાતના તાપમાનમાં તફાવતથી ઝાડના થડને અસર થાય છે, પરંતુ લેપનથી તે રોકી શકાય છે. ઉપરાંત લેપનથી રાતના સમયથી રસ્તાની કોર પરના ઝાડ સહજ નજરે પડે છે. સુંદરતા વધે છે અને આ માલમતા સાર્વજનિક સંસ્થાની માલિકીની હોવાનું ભાન થાય છે.

અન્ય સમાચારો પણ છે...