તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:મુંબઈનાં દાદરમાં પણ 24 કલાકમાં એકેય નવો દર્દી નહીં

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

મુંબઈની મુખ્ય બજારોમાંથી એક દાદરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા નિયંત્રણમાં લાવવામાં મહાપાલિકાને ધીમે ધીમે સફળતા મળી રહી છે. શનિવારે દાદરમાં એક પણ કોરોનાગ્રસ્ત નવો દર્દી મળ્યો નહોતો. તેથી દાદર પણ કોરોનામુક્તિની દિશામાં પગલાં ભરી રહ્યું છે. મહારાષ્ટ્ર સહિત પડોશી રાજ્યોમાંથી શાકભાજી અને ફૂલો દાદરની બજારમાં પરોઢિયે વેચાણ માટે આવે છે.

રેલવે સ્ટેશનની બહાર ફૂલબજારમાં પણ સખત ગિરદી થાય છે. પરિણાણે દાદર વહેલી સવારથી જ ગિરદીવાળો પરિસર બની જાય છે. દાદરની વધતી ગિરદી ધ્યાનમાં લેતા મહાપાલિકાના જી-ઉત્તર વોર્ડે ફૂલગલ્લી, શાકભાજી મારકેટ વગેરે ઠેકાણેના વિક્રેતાઓ, ફેરિયાઓ, મેટ્રોના કર્મચારીઓ, હોટેલના કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, કારખાનાઓના કામદાર, હોમ ડીલિવરી કરતા કર્મચારીઓ વગેરેની ટેસ્ટ કરવાની શરૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો