મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકની મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની વિશેષ અદાલતે ન્યાયિક કસ્ટડી સોમવારે 22 એપ્રિલ સુધી લંબાવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા 23 ફેબ્રુઆરીએ મની લોન્ડરિંગ કેસમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) નેતાની ધરપકડ કરવામાં આવી હતી.
અગાઉ કોર્ટે નવાબ મલિકની ન્યાયિક કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવી હતી.લિકને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ સંબંધિત કેસની સુનાવણી માટે નિયુક્ત વિશેષ જજ આર એન રોકડે સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. એનસીપી નેતા સાક્ષી બોક્સમાં હાજર થયા હતા અને કોર્ટને જાણ કરી કે તેઓ કિડનીની બીમારીને કારણે અસ્વસ્થ છે અને તેમના પગમાં સોજો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે જ્યારે પણ તેમણે પગમાં દુખાવાની ફરિયાદ કરી ત્યારે જેલ પ્રશાસન તેમને માત્ર પેઈનકિલર્સ આપતા હતા. હું મારી તબીબી સમસ્યાઓનો કાયમી ઉકેલ ઇચ્છું છું.મલિકના વકીલ કુશલ મોરેએ કોર્ટને જણાવ્યું હતું કે ધરપકડને પડકારતી અને તાત્કાલિક મુક્તિની માગણી કરતી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીની સુનાવણી 22 એપ્રિલે થવાની સંભાવના છે. ત્યાર બાદ વિશેષ ન્યાયાધીશ રોકડેએ ન્યાયિક કસ્ટડી 22 એપ્રિલ સુધી લંબાવી હતી. કોર્ટે અગાઉ તેમને ન્યાયિક કસ્ટડી દરમિયાન બેડ, ગાદલું અને ખુરશી પ્રદાન કરવાની મંજૂરી આપી હતી.
દરમિયાન ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટ મુંબઈ હાઈ કોર્ટના આદેશ સામે દાખલ કરાયેલી નવાબ મલિકની અરજીની સુનાવણી કરવા સંમત થઈ હતી. ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમના સાગરીત સાથે કથિત રીતે જોડાયેલી પ્રોપર્ટી ડીલ મામલે ઇડીએ 23 ફેબ્રુઆરીએ લઘુસંખ્યાક વિકાસ મંત્રી નવાબ મલિકની ધરપકડ કરી હતી. ઈડીએ મલિક પર મુંબઈના કુર્લા વિસ્તારમાં એક મિલકત હડપ કરવાના કથિત ગુનાહિત કાવતરાનો ભાગ હોવાનો આરોપ મૂક્યો છે, જેની હાલમાં બજાર કિંમત રૂ. 300 કરોડ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.