તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો ચુકાદો:કિશોરીના વિનયભંગ કેસમાં 70 વર્ષીય સાધુને રાહત નહીં

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બે વર્ષની સખત કેદનો આદેશ બહાલ રખાયો

2012માં તીવ્ર બેચેની માટે આધ્યાત્મિક ઉપાય કરાવવા ગયેલી 19 વર્ષીય કોલેજિયનનો વિનયભંગ કરવા માટે બે વર્ષની સખત કેદ આપવામાં આવેલા 70 વર્ષીય સાધુને રાહત આપવાનો સેશન્સ કોર્ટે ઈનકાર કરી દીધો છે. પીડિતા પરીક્ષાઓ માથે હોવાથી બેચેન હતી, જેનો લાભ લેતાં આરોપીએ અમુક વિધિ કરવાની આડમાં વિનયભંગ કર્યો હતો.

2017માં મેજિસ્ટ્રેટ કોર્ટે સજા સંભળાવી હતી અને રૂ. 50,000નો દંડ કર્યો હતો. આરોપીએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. તેને રાહત આપવાનો ઈનકાર કરતાં કોર્ટે નોંધ કરી હતી કે આરોપીનું કૃત્ય આદરપાત્ર ફિલોસોફી અને ધાર્મિક સિદ્ધાંતોથી સાવ વિરુદ્ધ છે.આરોપીએ પોતાને સજા થયા પછી સારા વર્તનનો લાભ મેજિસ્ટ્રેટ કોર્ટે આપીને છુટકારો કર્યો નહોતો એવી દલીલ કરી હતી. સેશન્સ કોર્ટે તેની દલીલ નકારીને નોંધ કરી કે આરોપીએ ઘણા બધા લોકોની ભાવનાઓ જોડાયેલી હોય છે તેવા પવિત્ર મંદિરમાં કોલેજ જતી કિશોરીનો વિનયભંગ કર્યો છે.

પોતે મુખ્ય સાધુ હતો, જેણે આવી હરકતોથી પોતાને અલિપ્ત રાખવાની અપેક્ષા હતી. આરોપીએ નૈતિક જુસ્સો પડી ભાંગે તેવો ઘોર અપરાધ કર્યો છે. આથી સજા ભોગવવા તેણે મેજિસ્ટ્રેટ કોર્ટને શરણે જવું. આમ છતાં તેને મુંબઈ હાઈ કોર્ટમાં અપીલ કરવાનો અધિકાર રહેશે.

તે દિવસે શું થયું હતું
6 એપ્રિલ, 2021ના રોજ આરોપી વિધિને નામે પીડિતાને રૂમમાં લઈ ગયો હતો, જ્યાં પછી બારીબારણા બંધ કરી દીધા હતા. પીડિતાના શર્ટના ત્રણ બટન ખોલી નાખ્યા હતા અને વિનયભંગ કર્યો હતો. પીડિતાએ આવું કરતાં રોક્યો ત્યારે સાધુએ કહ્યું કે તેની અંદરની ગરમીને તે શોષી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...