તપાસ:દેશમુખની ઓફિસમાંથી કોઈએ વસૂલીની સૂચના આપી નહોતી

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમાજસેવા શાખાના ACP સંજય પાટીલની ચાંદીવાલ પંચ સમક્ષ ઊલટ તપાસ

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ખંડણીનો આરોપ મૂક્યો હતો. ત્યાર બાદ ચાંદીવાલ કમિશનને આ આરોપોની તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ જ તપાસ દરમિયાન, મુંબઈ પોલીસની સમાજસેવા શાખાના એસીપી સંજય પાટીલે કમિશનમાં, આ કેસમાં જેમને આરોપી બનાવવામાં આવ્યા છે, તેમના વકીલોએ ક્રોસ એક્ઝામિનેશન કર્યું હતું. અનિલ દેશમુખના વકીલ ગિરીશ કુલકર્ણીએ એસીપી પાટીલને ઘણા પ્રશ્નો પૂછ્યા હતા, જેની પર પાટીલે જણાવ્યું હતું કે, તેમને દેશમુખ અથવા તેની ઓફિસ સાથે સંકળાયેલા કોઈ પણ વ્યક્તિએ ક્યારેય બાર કે જુગારના અડ્ડામાંથી કોઈ પણ પ્રકારની વસૂલીની સૂચના આપી નથી. પાટીલે જણાવ્યું કે દેશમુખ સાથે જ્યારે પણ તેમની મુલાકાત થઈ છે, તે તેમના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં સત્તાવાર કામના સંબંધમાં જ થઈ છે.

આ પછી દેશમુખના પીએસ સંજીવ પાલાંડેના વકીલ શેખર જગતાપે એસીપી પાટીલને સવાલ કર્યો, જેમાં એસીપી પાટીલે જવાબ આપ્યો કે, મુંબઈ પોલીસમાં ટ્રાન્સફર થયા પહેલા હું સંજીવ પાલાંડેને ઓળખતો નહોતો અને મારી તેમની સાથે કોઈ અંગત ઓળખાણ પણ નથી. 1 માર્ચ, 2021ના રોજ સત્તાવાર મિટિંગ દરમિયાન હું તેમને પહેલી વાર મળ્યો હતો.

એસીપી પાટીલે કમિશનને જણાવ્યું હતું કે પરમવીર સિંહે એસીપી પાટીલને મુખ્ય મંત્રીને લખેલા તેમના પત્રમાં જે પ્રકારનો પ્રશ્ન પૂછવો પડ્યો હતો તે એ હતો કે, ફેબ્રુઆરીમાં તેમની (પાટીલ) દેશમુખ અને પાલાંડેની મિટિંગમાં કેટલા બાર અને રેસ્ટોરન્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને તેમને પૂછવામાં આવ્યું હતું કે કેટલી રકમ એકત્રિત કરવા માટે કહેવામાં આવ્યું હતું?

આ અંગે એસીપી પાટીલે કહ્યું કે, ફેબ્રુઆરી 2021માં આવી કોઈ મીટિંગ થઈ નથી. આવી સ્થિતિમાં પત્રમાં લખેલી આ વાત ખોટી છે. પાટીલે કમિશનને વધુમાં જણાવ્યું કે પરમવીર સિંહ દ્વારા તેમને વોટ્સએપ પર ફોન કરીને તેમના પ્રશ્નનો જવાબ આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...