તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:માઉન્ટમેરીની જાત્રા માટે ફેરિયાઓને લાઈસન્સ નહીં, આ વર્ષે યાત્રા સાદગીથી થાય એવી શક્યતા

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સપ્ટેમ્બર મહિનામાં બાન્દરાના માઉન્ટ મેરી યાત્રા માટે ફેરિયાઓને હંગામી લાયસંસ ન આપવાનો નિર્ણય મુંબઈ મહાપાલિકાએ લીધો છે. કોરોનાની પાર્શ્વભૂમિ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે માઉન્ટ મેરી ચર્ચમાં સપ્ટેમ્બરના બીજા કે ત્રીજા રવિવાર સુધી વર્જિન મેરી દેવીનો જન્મોત્સવ ઊજવવામાં આવે છે.

આ વર્ષે માઉન્ટ મેરી યાત્રા સાદગીથી થાય એવી શક્યતા
આ વર્ષે હંગામી લાયસંસ આપવામાં આવશે નહીં એમ મહાપાલિકાના એચ પશ્ચિમ વોર્ડ કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યું હતું. કોરોનાના કારણોસર અત્યાર સુધી બધા જ તહેવારો ઊજવવા પર બંધી મૂકવામાં આવી છે. રમજાન ઈદ પછી બકરી ઈદ માટે પણ રાજ્ય સરકાર અને મહાપાલિકાએ નિયમાવલી તૈયાર કરી હતી. ગણેશોત્સવ માટે પણ નિયમાવલી તૈયાર કરવામાં આવી છે. તેથી આ વર્ષે માઉન્ટ મેરી યાત્રા સાદગીથી થાય એવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...