સરકારનું આક્રમક વલણ:પરમવીરની ધરપકડ નહીં કરવાની બાંયધરી નહીં : સરકાર

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાપતા હોવાથી અમે અમારું અગાઉનું નિવેદન ચાલુ રાખવા માગતા નથી

ખંડણી, ભ્રષ્ટાચાર, એટ્રોસિટીના ગુના દાખલ થયા પછી ફરાર થઈ ગયેલા મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહની બાબતમાં રાજ્ય સરકારે હવે આક્રમક વલણ લીધું છે. પરમવીરની ધરપકડ કરવાની બાંયધરી આપી હતી, જે હવે ચાલુ રાખી શકાય એમ નથી, એમ સરકાર વતી વરિષ્ઠ ધારાશાસ્ત્રી દરાયસ ખંભાટાએ મુંબઈ હાઈ કોર્ટમાં બુધવારે જણાવ્યું હતું.પરમવીરે ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર અમુક પોલીસ અધિકારીઓને રૂ. 100 કરોડની વસૂલીનો આરોપ કર્યો હતો.

આ આરોપને લીધે દેશમુખે રાજીનામું આપી દેવું પડ્યું હતું, જે પછી તેમની પાછળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) પડી છે. જોકે દેશમુખનો ક્યાંય પત્તો નથી. બીજી બાજુ દેશમુખ પર આરોપ કર્યા પછી ખુદ પરમવીરનાં પણ અનેક કારનામાં બહાર આવ્યાં છે. મુંબઈ સહિત રાજ્યનાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ખંડણી, ભ્રષ્ટાચાર, એટ્રોસિટી જેવા કમસેકમ પાંચ ગંભીર ગુના દાખલ છે.

આમાંથી એક પોલીસ અધિકારી ભીમરાજ ઘાડગેએ ભ્રષ્ટાચાર અને એટ્રોસિટીના આરોપ કરતી ફરિયાદ નોંધાવી છે. આ પ્રકરણમાં પરમવીર વતી મુંબઈ હાઈ કોર્ટમાં એફઆઈઆર રદ કરવાની માગણી કરતી અરજી કરવામાં આવી હતી.

પરમવીર સામે આરોપ
આરોપ કરનાર પોલીસ હાલમાં અકોલા જિલ્લામાં ફરજ બજાવે છે. પરમવીર થાણેના પોલીસ કમિશનર હતા અને ઘાડગે થાણેમાં ફરજ બજાવતો હતો તયારે એક કેસમાં અમુક વ્યક્તિનાં નામ કાઢી નાખવા પરમવીર સિંહે દબાણ કર્યું હતું એવો આરોપ કર્યો છે. તેમની સાંભળ્યું નહીં તેથી પોતાની વિરુદ્ધ ખોટા કેસ દાખલ કરાવ્યા એવો દાવો ઘાડગેએ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...