તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:અમલદારો દ્વારા વિરોધને લઈ R A રાજીવને નો એક્સટેન્શન

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • IAS અધિકારી એસવીઆર શ્રીનિવાસ MMRDAના નવા પ્રમુખ

નિવૃત્ત અધિકારી મોટો હોદ્દા પર રહી નહીં શકે એવું જણાવીને અમલદારો દ્વારા કરવામાં આવેલા વિરોધને લઈને આખરે આર એ રાજીવને એમએમઆરડીએના કમિશનર તરીકે બીજું એક્સટેન્શન આપવાનો સરકારે ઈનકાર કર્યો છે. આ સાથે 1991ની બેચના આઈએએસ અધિકારી એસવીઆર શ્રીનિવાસની MMRDAના નવા પ્રમુખ તરીકે નિયુક્તિ કરી હતી. રાજીવ 28 ફેબ્રુઆરીએ નિવૃત્ત થયા હતા, જે પછી તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન મળ્યું હતું. દરમિયાન મેમાં વી કે ગૌતમ સિંચાઈ સચિવ તરીકે નિવૃત્ત થયા પછી તેમને તે જ વિભાગમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી નિયુક્ત કરાયા હતા.

તેમની સામે અમલદારોએ વાંધો લીધો છતાં સરકારે નિયુક્તિ કરી હતી. આ પછી નિવૃત્ત અધિકારીઓની નિવૃત્તિ પછી મોટા હોદ્દાઓ પર નિયુક્તિ સામે વિરોધ શરૂ થયો હતો.આઈએએસ કેડર રુલ્સ 1954 હેઠળ એમએમઆરડીએના પ્રમુખ તરીકેનો હોદ્દો આઈએએસ કક્ષાના અધિકારીને જ સોંપવો જોઈએ. જો નિવૃત્ત અધિકારીને આવો હોદ્દો સોંપવો હોય તો કેન્દ્રની મંજૂરી લેવી પડે અથવા કથિત હોદ્દાને બિન- આઈએએસ હોદ્દો તરીકે પરિવર્તિત કરવો જોઈએ. આને કારણે રાજીવનો વિરોધ થતો હતો.

બીજી બાજુ મહત્ત્વના પ્રોજેક્ટો રાજીવની દેખરેખ હેઠળ હોવાથી તેમની આગેવાનીમાં પૂરા થાય એવી ઈચ્છા સાથે તેમને ફરી એક્સટેન્શનની અપેક્ષા હતી. નોંધનીય છે કે રાજીવે કાર્યકાળમાં મેટ્રો-3 કારડ શેડ આરે કોલોનીમાંથી કાંજુરમાર્ગમાં ખસેડવામાં અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ કાર શેડને લઈને ભાજપ અને શિવસેના સામસામે આવ્યા હતા. વિવિધ મેટ્રો પ્રોજેક્ટો પણ ઝડપથી પૂરા કરવા તેઓ પ્રયત્નશીલ હતા.જોકે વરિષ્ઠ અધિકારીઓએ ફરિયાદ કરી હતી કે નિવૃત્ત અધિકારીઓની નિયુક્તિને લીધે તેમની તકો છિનવાઈ જાય છે.

સેવામાં રહેલા અધિકારીઓને અસ્કયામતો, વિદેશ પ્રવાસ અને પ્રાપ્ત મહેમાનગતીની જાહેરાત કરવી પડતી હોય છે. ઉપરાંત તેઓ નાણાકીય અને કારોબારી નિર્ણયો માટે જવાબદાર હોય છે, જ્યારે નિવૃત્ત અધિકારીઓને ફાઈલો પર સહી પણ કરવી પડતી નથી. આથી વિરોધ થયો હતો.

અગાઉ આ રીતે કોની નિયુક્તિ થઈ
અજોય મહેતા ચીફ સેક્રેટરી તરીકે નિવૃત્ત થયા પછી તેમને સીએમઓના પ્રિન્સિપલ એડવાઈઝર તરીકે રાખવામાં આવ્યા હતા. રાજ્યમાં મોટા માર્ગ પ્રોજેક્ટોનો અમલ કરતી એમએસઆરડીસીના પ્રમુખ રાધેશ્યામ મોપલવાર 2018માં નિવૃત્ત થયા છતાં તેમને હોદ્દા પર જાળવી રાખવામાં આવ્યા હતા. તે સમયે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમની નિયુક્તિને વાજબી ગણાવી હતી.

અન્ય સમાચારો પણ છે...