તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:વરસાદમાં ધોધ, તળાવ અને ડેમ પર પર્યટકો માટે નો એન્ટ્રી

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થાણે જિલ્લાધિકારીના આદેશનો ભંગ કરનારા પર કાર્યવાહી કરાશે

કોરોના અંકુશમાં આવી રહ્યો છે. વરસાદની મોસમ પણ જામી છે. બહારનું વાતાવરણ મન પ્રફુલ્લિત કરનારું છે. આવામાં જો પિકનિકનો પ્લાન કરીને કોઈ ધોધ કે તળાવમાં નહાવાનો પ્લાન બનાવતા હોવ તો થોભી જાજો. થાણે જિલ્લાના તમામ ધોધ, તળાવ કે ડેમ પર બુધવારથી નો એન્ટ્રી ફરમાવવામાં આવી છે. થાણે જિલ્લાધિકારી રાજેશ નાર્વેકરે આવો આદેશ જારી કર્યો છે અને આદેશનું ઉલ્લંઘન કરનારાઓ પર કાર્યવાહી કરવામાં આવશે. કોવિડનો સંકટ સમય ટળી રહ્યો છે છતાં આવા પિકનિક સ્પોટ પર ચોમાસામાં થતી ગિરદી ટાળવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

દર વર્ષે ચોમાસામાં વીકએન્ડમાં માળશેજ ઘાટમાં ધોધથી લઈને તાનસા ડેમ સુધી તમામ સ્પોટ પર પર્યટકોની ગિરદી થાય છે. પણ ગયા વર્ષે કોરોનાની પહેલી લહેરના સમયે આ ચોમાસાનું પર્યટન પ્રશાસને બંધ કરવું પડ્યું હતું. બીજી લહેર આવ્યા પછી હંમણા કોરોનાના દર્દીઓની સંખ્યા માંડ નિયંત્રણમાં આવી છે ત્યારે કોઈ પણ જોખમ ન જોઈએ કે ગિરદી ન જોઈએ એ માટે જિલ્લા પ્રશાસને કઠોર પગલાં ભર્યા છે.

ચોમાસાના પિકનિક સ્પોટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવું શક્ય નથી. પર્યટકો સુરક્ષિત રહે અને કોઈ પણ પ્રકારની જીવહાની ન થાય એ માટે પ્રતિબંધાત્મક આદેશ લાગુ કરવામાં આવ્યા છે. ધોધ, તળાવ કે ડેમ જેવા ઠેકાણાની આસપાસના એક કિલોમીટરના પરિસરમાં 8 જૂનથી આગામી આદેશ જારી થવા સુધી પ્રતિબંધાત્મક આદેશ લાગુ રહેશે.

જિલ્લા તંત્રના આદેશ મુજબ ક્યાં ન જવું?
*થાણેમાં યેઉર ધોધ, તમામ તળાવ, કલવા-મુ્ંબ્રા રેતીબંદર, મુંબ્રા બાયપાસ પરના તમામ ધોધ, ગાયમુખ રેતીબંદર, ઘોડબંદર રેતીબંદર, ઉતન દરિયાકિનારો *મુરબાડ તાલુકામાં સિદ્ધગડ ડુંગર, સોનાળે ગણપતિ ગુફાઓ, હરિશ્ચંદ્ર ગડ, બારવી ડેમ પરિસર, પડાળે ડેમ, માળશેજ ઘાટના તમામ ડેમ, પળુ, ખોપવલી, ગોરખગડ, સિંગાપુર, ધસઈ ડેમ, આંબેટેવ *શહાપુર તાલુકામાં ભાતસા ડેમ, કુંડન દહિગાવ, માહુલી કિલ્લાની તળેટી, ચેરવલી, અશોકા ધોધ, ખરોડ, આજા પર્વત, સાપગાવ *કલ્યાણ તાલુકામાં કાંબા પાવશેપાડા, ખડવલી નદી પરિસર, ટિટવાળા નદી પરિસર, ગણેશ ઘાટ ચોપાટી *ભિવંડી તાલુકમાં નદી નાકા, ગણેશપુરી નદી પરિસર *અંબરનાથ તાલુકામાં કોંડેશ્વર, ધામણવાડી, તારવાડી, દહિવલી, મળીની વાડી

અન્ય સમાચારો પણ છે...