તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલિટિકલ:ઓબીસી અનામત રદ નહીં થાય ત્યાં સુધી કોઈ ચૂંટણી નહીઃ ભાજપ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીઓ રદ નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરાશેઃ દેવેન્દ્ર ફડણવીસ

સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ઓબીસી અનામત રદ થયું છે છતાં પાંચ જિલ્લામાં જિલ્લા પરિષદની ચૂંટણીઓની રાજ્ય સરકારે ઘોષણા કરતાં વિરોધી પક્ષો આક્રમક બની ગયા છે. આ સાથે સત્તાધારી રાષ્ટ્રવાદીના મંત્રી પણ આક્રમક બન્યા છે. ઓબીસી અનામત રદ કરાયું તેનો નિવેડો નહીં આવે ત્યાં સુધી આ ચૂંટણીઓ યોજાવા નહીં દઈએ. જો તે છતાં ચૂંટણીઓ યોજાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું, એમ વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે આક્રમક બનતાં જણાવ્યું છે.મહારાષ્ટ્ર સરકારની ઢીલને લીધે જ ઓબીસીનું રાજકીય અનામત રદ થયું છે.

રાજ્ય સરકારને આ બાબતે જાણ કરવામાં આવી હતી. મંત્રી છગન ભુજબળે જણાવ્યું હતું કે અનામત પૂર્વવત નહીં થાય ત્યાં સુધી ચૂંટણીઓ યોજાવા નહીં દઈએ અને તુરંત મંગળવારે ચૂંટણીઓ જાહેર કરવામાં આવી. આ એક રીતે ઓબીસી સમાજનો વિશ્વાસઘાત છે, એમ ફડણવીસે જણાવ્યું હતું.આ ચૂંટણીઓ કોઈ પણ પરિસ્થિતિમાં રદ થવી જોઈએ. અન્યથા ભાજપ ઉગ્ર આંદોલન કરશે એવો ઈશારો ફડણવીસે સરકારને આપ્યો હતો.

કોર્ટમાં જવાનો પણ ભાજપનો ઈશારો : દરમિયાન આ ચૂંટણીઓ વિરુદ્ધ અમે કોર્ટમાં જઈશું. રાજ્ય સરકારે ઈમ્પીરિયલ ડેટા આપવો એવી અમારી માગણી છે. સરકાર આ મામલે કોઈ પગલાં લેતી નથી. આથી અમે કોર્ટમાં જવાનું નક્કી કર્યું છે, એમ વિધાન પરિષદમાં વિરોધી પક્ષ નેતા પ્રવીણ દરેકરે જણાવ્યું હતું.મંત્રી વિજય વડેટ્ટીવારે ઓબીસી પરિષદ બોલાવી હતી. મને નિમંત્રણ અપાયું છે. હું પણ આ પરિષદમાં જવાનો છું. આ પૂર્વે 26 જૂને અમારું આંદોલન છે. જો તે પૂર્વે નિર્ણય નહીં લેવાય તો સરકાર જાણીબૂજીને આ કરી રહી છે એવું હું કહેવા માગું છું.

ઓબીસી અનામત તરફ દુરર્લક્ષ
દરમિયાન રાજ્ય સરકાર દબાણનું ધોરણ અપનાવી રહી છે. ઓબીસી અનામતના પ્રશ્ન તરફ સરકાર જાણીબૂજીને દુર્લક્ષ કરી રહી છે એવો આરોપ ભાજપનાં નેતા ચિત્રા વાઘે કર્યો છે. ભાજપ 26 જૂને રાજ્યભરમાં ઓબીસી વતી આંદોલન કરશે. તેમાં રત્નાગિરિ જિલ્લામાં ઓબીસી નેતાઓ ટેકો આપવો જોઈએ, એવી માગણી તેમણે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...