હાઈકોર્ટનો આદેશ:મુંબઈ શહેરમાં હોર્ડિંગ્સ અને બેનર વિરુદ્ધ કાર્યવાહી નહીં થતાં અવમાન અરજી

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં હોર્ડિંગ્સ અને બેનર વિરુદ્ધ કાર્યવાહી નહીં થતાં અવમાન અરજી

શહેરમાં ગેરકાયદે હોર્ડિંગ્સ અને બેનરોનો રાફડો ફાટ્યો છે. જ્યાં જુઓ ત્યાં રાજકીય પક્ષોના અને અન્યોના પણ મોટાં મોટાં અનધિકૃત હોર્ડિંગ્સ અને બેનરો લગાવવામાં આવેલાં હોય છે, જેને કારણે શહેર કદરૂપું બને છે. હાઈ કોર્ટે આવાં ગેરકાયદે પોસ્ટરો અને હોર્ડિંગ્સ સામે ફરી એક વાર કડક શબ્દોમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને સૂચનાઓ આપી છે.

આવાં હોર્ડિંગ્સ પર કાર્યવાહી કરવી અને નાગરિકોને ફરિયાદ કરવા માટે વિશેષ યંત્રણા ઊભી કરવી એવો વિગતવાર દેશ હાઈ કોર્ટે આ પૂર્વે જ આપી દીધો હતો. જોકે તે આદેશની અમલબજાવણી થતી નહીં હોવાથી આખરે હાઈ કોર્ટે જાતે અવમાન અરજી દાળ કરીને તેની પર ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ વી જી બિષ્ટની ખંડપીઠ સામે સુનાવણી રાખી છે.

ગેરકાયદે હોર્ડિંગ્સ અને બેનરબાજી વિરુદ્ધ શું કાર્યવાહી કરી તે અંતે13 જૂન સુધી એફિડેવિટ નોંધાવવા માટે મુંબઈ હાઈ કોર્ટે સુનાવણી દરમિયાન રાજ્યની બધી મહાપાલિકાઓ અને નગરપાલિકાઓને આદેશ આપ્યા છે.આ સંબંધમાં સર્વ મહત્ત્વના રાજકીય પક્ષોએ હાઈ કોર્ટમાં આદેશના પાલનની લેખિક બાંયધરી પણ આપી છે.

આથી આગામી સુનાવણી બાબતે તે બધા પક્ષોને નોટિસ આપવી, એવા નિર્દેશ પણ હાઈ કોર્ટે મૂળ જનહિત અરજદારોને આપ્યા છે. દરમિયાન હાઈ કોર્ટની આ ભૂમિકા પછી પણ રાજ્યભરનાં બધાંજ મોટાં શહેરોમાં ગેરકાયદે થનારી બેનરબાજી પર કોઈ અંકુશ આવે છે કે નહીં તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...