તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિંતામાં વધારો:નિપાહ વાયરસ મહારાષ્ટ્રમાં મળી આવતા ચિંતામાં વધારો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાબળેશ્વરમાં ચામાચિડીયાઓની બે પ્રજાતિમાં વાયરસ મળ્યા

કોરોનાના સંકટથી સામનો કરતા મહારાષ્ટ્રની ચિંતા વધારનારા સમાચાર છે. રાજ્યમાં ચામાચિડીયાની બે પ્રજાતિમાં નિપાહ વાયરસ મળી આવ્યા છે. પુણેના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના નિષ્ણાતોએ કરેલા અભ્યાસમાં આ માહિતી પ્રકાશમાં આવી છે. મહારાષ્ટ્રમાં પ્રથમ વખત નિપાહ વાયરસ મળ્યો છે. માર્ચ 2020માં મહાબળેશ્વરની એક ગુફામાં ચામાચિડીયા મળ્યા હતા. નિષ્ણાતોએ જુદી જુદી પ્રજાતિના ચામાચિડીયાઓના નમૂના લઈને સંશોધન કર્યું હતું.

દરમિયાન આ અભ્યાસના પ્રમુખ ડોકટર પ્રજ્ઞા યાદવે આ પહેલાં મહારાષ્ટ્રમાં ચામાચિડીયાની કોઈ પણ પ્રજાતિમાં નિપાહ વાયરસ મળ્યા નહોતા એવી માહિતી આપી હતી. વિશ્વ આરોગ્ય સંગઠને રોગોની યાદીમાં પ્રથમ 10માં નિપાહ વાયરસનો સમાવેશ કર્યો છે. આ વાયરસ ખાસ કરીને ચામાચિડીયામાં મળી આવે છે. માનવ સુધી આ વાયરસ પહોંચે તો મોટા પ્રમાણમાં મૃત્યુ થવાની શક્યતા હોય છે. 2018માં કેરળમાં નિપાહ વાયરસના કારણે મૃત્યુઓ થયા હતા. એનઆઈવીએ તાજેતરમાં અભ્યાસની માહિતી જાહેર કરી છે.

એ અનુસાર ભારતમાં અત્યાર સુધી ચાર વખત નિપાહ વાયરસ જોવા મળ્યો છે. નિપાહ વાયરસ પર કોઈ પણ દવા કે રસી નથી. એ સૌથી જોખમકારક માનવામાં આવે છે. એનો મૃત્યુદર પણ વધારે છે. અનેક રાજ્યોમાં કોરોનાનો મૃત્યુદર એકથી બે ટકા છે. નિપાહ વાયરસમાં મૃત્યુદર 60 થી 65 ટકા છે.

કેરળ, પશ્ચિમ બંગાળ, આસામમાં નિપાહ
છેલ્લા થોડા વર્ષોમાં ચામાચિડીયાઓમાં ઈબોલા જેવા ગંભીર વાયરસ જોવા મળ્યા હતા જેના લીધે આરોગ્ય વ્યવસ્થા ખોરવાઈ હતી. કોરોનાના ઉદ્રેક પાછળ ચામાચિડીયા હોવાનો દાવો કરવામાં આવે છે. 2018માં કેરળમાં નિપાહ વાયરસે હાહાકાર મચાવ્યો હતો. આ પહેલાં ભારતમાં 2001માં પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં નિપાહ વાયરસ મળ્યા હતા. આસામમાં પણ નિપાહના દર્દીઓ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...