કાર્યવાહી:ભિંવડીમાંથી ગેરકાયદે રહેતા 9 બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઈ

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાવટી પેન કાર્ડ, આધાર કાર્ડ અને પોસ્ટ ઓફિસની પાસબુક જપ્ત

ભારતમાં છૂપી રીતે ઘુસણખોરી કરીને ભિવડીમાં ગેરકાયદે રહેતા 9 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. ભિવંડીમાં અનધિકૃત રીતે રહીને એક કંપનીમાં કામ કરતા હોવાની ખબર પોલીસને મળી હતી. એ પછી ભિવંડી ગુના શાખાએ દરોડો પાડ્યો ત્યારે આ 9 બાંગ્લાદેશીઓ કામદાર તરીકે મળી આવ્યા હતા. આ બધા પાસેથી બનાવટી પેન કાર્ડ, આધાર કાર્ડ અને પોસ્ટ ઓફિસની પાસબુક જપ્ત કરવામાં આવી હતી.

ધરપકડ કરવામાં આવેલા બાંગ્લાદેશીઓના નામ સલીમ અમીન શેખ (30), રાસલ અબુલ હસન શેખ (27), મો. શાહીન મોહમ્મદ અકબર અલી શેખ (24), મોહમ્મદ માસુમ શોયદુલ્લા ઈસ્લામ (21), તરુણમણીરામ ત્રિપુરા (21), સુમનમનીરામ ત્રિપુરા (21), ઈસ્માઈલ અબુતાહેર ખાન ((19), આઝમ યુસુફ ખાન (19), મોહમ્મદ આમીર અબુસુફિયાન (26) છે.

ભિવંડી ગુના શાખાના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક અશોક હોનમાનેને ખબરી પાસેથી માહિતી મળી હતી કે બાંગ્લાદેશી 9 નાગરિકો બાંગ્લાદેશનો અધિકૃત પાસપોર્ટ કે ભારતના વીઝા ન હોવા છતાં રૂપિયા રળવા માટે છુપા માર્ગે દલાલોની મદદથી બાંગ્લાદેશથી હાવડા રેલવે સ્ટેશન આવ્યા અને ત્યાંથી પહેલાં કલ્યાણ અને પછી ભિવંડીના સરવલી ખાતે જઈને અનધિકૃત રીતે રહેવા લાગ્યા. ઉપરાંત ભિવંડીની એક કંપનીમાં કામદાર તરીકે નોકરીએ પણ જોડાયા. આ 9 બાંગ્લાદેશી નાગરિકોએ બનાવટી પેનકાર્ડ અને આધારકાર્ડ તેમ જ પોસ્ટ ખાતાની પાસબુક મેળવીને પોતે ખરેખર ભારતીય હોવાનું સરકારને જણાવીને સુવિધાઓ મેળવવાનો પ્રયત્ન કર્યો.

બાંગ્લાદેશીઓ વધુ હોવાની શક્યતા
ધરપકડ કરાયેલા 9 બાંગ્લાદેશીઓને કોનગાવ પોલીસના તાબામાં આપીને કોર્ટમાં હાજર કરાતા કોર્ટે તેમને પોલીસ કસ્ટડી સંભળાવી હતી. વઘુ તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર એન.બી. ગિરાસે કરી રહ્યા છે. બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડથી ભિવંડીમાં મોટા પ્રમાણમાં બાંગ્લાદેશી નાગરિકો રહેતા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...