તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરજી:ટૂલકિટ ડોક્યુમેન્ટ કેસમાં નિકિતા જેકબ જામીન માટે હાઈ કોર્ટમાં

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • હાઈ કોર્ટ દ્વારા આજે કેસની સુનાવણી કરવામાં આવશે

દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને મામલે હવામાન ચળવળકર્તા ગ્રેટા થનબર્ગ દ્વારા શેર કરવામાં આવેલા ટૂલકિટ સંબંધમાં દિલ્હી પોલીસે દાખલ કરેલા કેસમાં શકમંદ એડવોકેટ નિકિતા જેકબે સોમવારે મુંબઈ હાઈ કોર્ટમાં ટ્રાન્ઝિટ આગોતરા જામીન માટે અરજી કરી હતી. દિલ્હી કોર્ટે જેકબ અને અન્ય આરોપી સામે આ કેસમાં બિન-જામીનપાત્ર ધરપકડ વોરન્ટ જારી કર્યા છે.દિલ્હી પોલીસ અનુસાર બંને આરોપી ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં સંકળાયેલા છે અને તેઓ સીધા ખાલિસ્તાની તરફી તત્ત્વો સાથે સંપર્કમાં છે.

જેકબે જસ્ટિસ પી ડી નાઈકની ખંડપીઠ સામે અરજી તાકીદે સુનાવણીમાં લેવા વિનંતી કરી હતી. જોકે કોર્ટે મંગળવારે સુનાવણી કરવાનો નિર્ણય લીધો હતો. જેકબે દિલ્હીમાં સંબંધિત કોર્ટમાં જઈ શકે તે માટે ચાર સપ્તાહના ટ્રાન્ઝિટ આગોતરા જામીન માગ્યા છે.આ કેસમાં મારું નામ આરોપી કે સાક્ષીદાર તરીકે લેવામાં આવ્યું છે તેની મને જાણ નથી. જોકે રાજકીય કાવાદાવા અને મિડિયા ટ્રાયલની કારણે મને ધરપકડ થવાનો ડર છે. મેં દિલ્હી પોલીસની સાઈબર સેલમાં નિવેદન નોંધાવી દીધું છે. અમુક કાનૂની અધિકારોના નિરીક્ષકો દ્વારા દિલ્હી પોલીસમાં મારી સામે ખોટી અને પાયાવિહોણી ફરિયાદ નોંધાવવામાં આવી છે.

26 જાન્યુઆરી, 2021ની હિંસા માટે મારી પર દોષનો ટોપલો ઓઢાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, એમ જેકબની અરજીમાં જણાવાયું છે.11 ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસ જેકબના ગોરેગાવના ઘરે સર્ચ વોરન્ટ સાથે આવી હતી અને અમુક દસ્તાવેજો અને વિદ્યુત ઉપકરણો જપ્ત કર્યાં છે. હિંસા, હુલ્લડ કે કોઈ અન્ય શારીરિક હાનિ માટે ઉશ્કેરવા, જાગૃતિ લાવવા સંદેશવ્યવહારનાં પેક્સ કે ટૂલકિટ્સ સંશોધન, ચર્ચા, સંપાદન કે વિતરણ કરવાનો કોઈ ધાર્મિક, રાજકીય કે નાણાકીય હેતુ કે એજન્ડા નથી.

મને AAP સાથે જોડવામાં આવે છે
મને આમ આદમી પાર્ટી સાથે જોડવામાં આવે છે. હું હિંસા અને ધિક્કાર ફેલાવું છું એવી માહિતી ફેલાવવામાં આવી રહી છે, એમ પણ જેકબે અરજીમાં જણાવ્યું છે. દરમિયાન દિલ્હી પોલીસે આ કેસમાં શનિવારે બેન્ગલુરુથી 21 વર્ષીય પર્યાવરણીય ચળવળકર્તા દિશા રવિની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો