તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિશન બિગિન અગેઈન:નાઈટલાઈફ ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે: આદિત્ય ઠાકરે

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગયા વર્ષે શરૂ કરાયેલી નાઈટલાઈફ લોકડાઉનને લીધે બંધ પડી હતી

કોરોના પછી ટૂંક સમયમાં અમેે ફરીથી નાઈટલાઈફ શરૂ કરશું એવી ઘોષણા પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ કરી હતી. મિશન બિગિન અગેઈન શરૂ કર્યા બાદ ધીમે ધીમે અમે બધી બાબતો શરૂ કરી છે. અમે રેસ્ટોરંટ્સને રાત્રે 1 વાગ્યા સુધી ચાલુ રાખવાની પરવાનગી આપી છે. હજી સુધી કોઈ પણ બાબત બંધ કરવાનો સમય આવ્યો નથી. તેથી નાઈટલાઈફ પણ ટૂંક સમયમાં શરૂ કરશું એમ તેમણે જણાવ્યું હતું.

મુંબઈમાં ગયા વર્ષે 26 જાન્યુઆરીના નાઈટલાઈફની સંકલ્પના અમલમાં મૂકવામાં આવી હતી. જો કે એ પછી થોડા દિવસોમાં જ કોરોનાનું સંક્રમણ શરૂ થતા લોકડાઉન લાગુ થવાથી નાઈટલાઈફ શરૂ થતા જ બંધ પડી. હવે એ ફરીથી શરૂ કરવાની તૈયારી આદિત્ય ઠાકરેએ શરૂ કરી છે.

દરમિયાન ગયા વર્ષે 26 જાન્યુઆરીથી મુંબઈમાં બીકેસી, નરિમાન પોઈંટ, કાલાઘોડા પરિસરની હોટેલો, પબ, મોલ્સ, થિયેટર 24 કલાક ખુલ્લા રાખવામાં આવતા હતા. આ બધું એ સમયે પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું.

શું છે નાઈટલાઇફ કોનસેપ્ટ?
મુંબઈમાં નાઈટલાઈફ હોવી જોઈએ એ સંકલ્પ સૌ પ્રથમ આદિત્ય ઠાકરેએ રજૂ કરી હતી. એ પહેલાં ભાજપ-શિવસેના યુતિ સરકારના કાર્યકાળમાં પણ તેમણે આ સંકલ્પના રજૂ કરી હતી. જો કે આ બાબતે એ સમયે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. હવે મહાવિકાસ આઘાડીની સરકાર આવ્યા પછી પ્રાયોગિક ધોરણે નાઈટલાઈફ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો