તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Night Curfew To Be Imposed In Maharashtra: Thackeray To Take Final Decision, Caution Over Rising Cases

કામગીરી:મહારાષ્ટ્રમાં નાઈટ કરફ્યુ લાગુ કરાશેઃ ઠાકરે અંતિમ નિર્ણય લેશે, કેરળમાં ઓનમ દરમિયાન વધેલા કેસને લઈ સાવચેતી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રમાં ગોવિંદા, ગણપતિ, નવરાત્રિ સહિતના વિવિધ તહેવારો એક પછી એક આવી રહ્યા છે, જે દરમિયાન દેખીતી રીતે જ મુંબઈ સહિત રાજ્યમાં બજારોમાં ભારે ભીડ થવાની સંભાવના છે. નિયંત્રણો હળવા કર્યા પછી ઠેર ઠેર ભારે ભીડ જોવા મળી રહી છે. હવે કેરળમાં ઓનમ દરમિયાન કોરોનાના કેસ વધી ગયા હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી ભલામણનો વિચાર કરતાં મહારાષ્ટ્રમાં પણ નાઈટ કરફ્યુ લાગુ કરવાનો વિચાર ચાલી રહ્યો છે, જેનો અંતિમ નિર્ણય મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે લેશે, એવી માહિતી આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ રવિવારે જાલના ખાતે આપી હતી.

કેરળમાં ઓનમ તહેવાર દરમિયાન કોરોનાના કેસ વધી ગયા છે. આથી કેન્દ્ર સરકારે કેરળમાં નાઈટ કરફ્યુ લાદવાનું સૂચન કર્યું હતું, જેને લઈ ત્યાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યુ લાદવામાં આવ્યો છે. આ ધ્યાનમાં લેતાં મહારાષ્ટ્રમાં પણ તહેવારની મોસમ શરૂ થઈ રહી હોઈ કેન્દ્રના સૂચનનો અમલ કરાશે, પરંતુ અંતિમ નિર્ણય ઠાકરે લેશે, એમ ટોપેએ જણાવ્યું હતું. કેન્દ્રએ શું ઈશારો આપ્યો છે : છેલ્લા થોડા દિવસથી દેશભરમાં કોરોના 40,000થી વધુ નવા દર્દીઓની નોંધ થઈ રહી છે.

5મી સુધી શિક્ષકોનું રસીકરણ
દરમિયાન જે જિલ્લાઓમાં પોઝિટિવ દર્દી નથી ત્યાં સ્કૂલો શરૂ થઈ શકે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. 5 સપ્ટેમ્બર સુધી સર્વ શિક્ષકો અને સંબંધિત કર્મચારીઓનું રસીકરણ કરવા માટે વિશેષ ઝુંબેશ લેવામાં આવશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...