તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:હાઈ સોસાયટીમાં ડ્રગ સપ્લાય કરતો નાઈજીરિયન પકડાયો

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આરોપી પાસેથી રૂપિયા 3.90 કરોડનું ડ્રગ જપ્ત

મુંબઈ શહેર અને ઉપનગરોમાં હાઈ સોસાયટી અને ટીનેજરોને ઉચ્ચ ગુણવત્તાનું કોકેઈન પૂરું પાડતા અને આંતરરાષ્ટ્રીય ટોળકીનો સક્રિય ડ્રગ તસ્કર નાઈજીરિયનની આખરે એન્ટી નાર્કોટિક્સ સેલના બાંદરા યુનિટે ધરપકડ કરી છે. તેની પાસેથી રૂ. 3.90 કરોડનું કોકેઈન મળી આવ્યું છે. વિશ્વસનીય માહિતીને આધારે ગુરુવારે રામકૃષ્ણ મઠ પાસેની ફૂટપાથ, રામકૃષ્ણ રોડ, ખાર પશ્ચિમમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. સાંજના સમયે આરોપી આવતાં જ તેને અટકમાં લેવાયો હતો.

તેની પાસેથી કાળા રંગની સેકબેગની તપાસ કરતાં તેમાંથી ઉચ્ચ ગુણવત્તાનું 1.300 કિલો કોકેઈન મળી આવ્યું હતું, જેનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય રૂ. 3.90 કરોડ થાય છે. આથી તેની ધરપકડ કરવામાં આવી હતી.આરોપીને ઈનોસેન્ટ લોરેન્સ દાદા (33) તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે. તે નવી મુંબઈમાં વાશી પામબીચ રોડ ખાતે પેટ્રોલપંપ પાસે કોપરી ગાવમાં ભાડાના ફ્લેટમાં રહેતો હતો. તે હાઈ સોસાયટીમાં અને ટીનેજરોને ડ્રગનો પુરવઠો કરતો હતો અને આંતરરાષ્ટ્રીય ટોળકી સાથે સંકળાયેલો છે એવું કબૂલ કર્યું છે.

તેને રિમાંડ પર લઈને વધુ તપાસ કરવામાં આવી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું. ગોરેગાવ-ધારાવીથી પણ બેની ધરપકડ: દરમિયાન એન્ટી નાર્કોટિક્સ સેલના આઝાદ મેદાન યુનિટ દ્વારા વિશ્વસનીય માહિતીને આધારે દિંડોશી, ગોરેગાવ પૂર્વમાં દરોડા પાડીને અશરફ અજગર સૈયદ (30) પાસેથી રૂ. 10.08 લાખનું ચરસ પકડી પાડ્યું હતું.

આરોપીએ આપેલી માહિતી આધારે ધારાવીથી મહંમદ ઈરફાન શેખની રૂ. 16.20 લાખના ડ્રગ સાથે ધરપકડ કરવામાં આવી હતી. અશરફ મલાડ પૂર્વનો રહેવાસી છે, જ્યારે શેખ ધારાવીનો રહેવાસી છે. બંને પાસેથી કુલ રૂ. 26.28 લાખનું ડ્રગ પકડાયું છે. બંને આંતરરાજ્ય ડ્રગ ટોળકીના સક્રિય તસ્કર છે, એમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...