તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:બિનવારસી મૃતદેહોના અંતિમસંસ્કારમાં NGO મદદે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 મેથી 35 મૃતદેહોના અંતિમ સંસ્કાર સેવાભાવીઓના જૂથે કર્યા છે

કોરોના રોગચાળાના પ્રથમ લહેરની જેમ, બીજી લહેરમાં પણ ઘણાં લોકો અનેક સખાવતી કાર્યો કરતા જોવા મળ્યા છે. તેઓ જરૂરિયાતમંદોને મદદ કરવા સાથે પરિસ્થિતિ અનુરૂપ સહાય પણ કરી રહ્યા છે. મુંબઈના બે એનજીઓના એક જૂથ દ્વારા સરકારી હોસ્પિટલોના શબઘરમાં પડેલા લાવારિસ લાશના અંતિમસંસ્કાર કરી રહ્યા છે. ૧ મેથી અત્યાર સુધી તેમણે ધાર્મિક વિધિઓને અનુસરીને ૩૫ મૃતદેહોના અંતિમસંસ્કાર કર્યા છે. ઇકબાલ મામદની દ્વારા સ્થાપિત મામદની હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જસ્ટ સ્માઇલ ફાઉન્ડેશનના સભ્યો સાથે શનિવારે માલવણી મુસ્લિમ કબ્રસ્તાન (બે) અને માલવણી હિંદુ સ્મશાનભૂમિ ખાતે પાંચ મળી કુલ સાત મૃતદેહોનો અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે આ જૂથે ૧૩૦૦ જેટલા લાવારિસ મૃતદેહોના અંતિમસંસ્કાર કર્યા હતા.

મામદનીએ કહ્યું હતું કે ગયા વર્ષે તેમણે જોયું કે એક સમયે ૨૫૦થી વધુ દાવા વગરના મૃતદેહો હોસ્પિટલના શબઘરમાં પડેલા હતા, જે હોસ્પિટલમાં જગ્યાના પ્રશ્નો ઊભા કરી રહ્યા હતા. આ વખતે પરિસ્થિતિ વધુ વિકટ હોવાથી, તેમણે સભ્યો સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી અને વરિષ્ઠ પોલીસ અધિકારીને પણ વાત કરી હતી. આ અધિકારીએ સ્થાનિક પોલીસ સ્ટેશનોને સૂચના આપી હતી કે તેઓને દાવા વગરના મૃતદેહોની અંતિમ વિધિ કરવામાં દેવામા આવે “જસ્ટ સ્માઇલ ફાઉન્ડેશનના સભ્યો, મેહુલ વિઠ્ઠલાની અને મેહુલ સિમરિયા, તેઓ સાથે જોડાયા હતા.

અને તેઓએ સાથે મળીને શનિવારે સાત દાવા વગરની લાશના અંતિમસંસ્કાર કર્યા હતા. વિઠ્ઠલાનીએ કહ્યું, “આ એક ઉમદા કાર્ય છે અને મને ખૂબ આનંદ છે કે મારી એનજીઓ તેના માટે મામદનીની એનજીઓ સાથે સહયોગ કરી રહી છે. અમે જોયું છે કે હોસ્પિટલના શબઘરમાં ૪00થી વધુ દાવા વગરના મૃતદેહો પડેલા છે. તેમના વહેલી તકે અંતિમ સંસ્કાર કરવાની જરૂર છે જેથી હોસ્પિટલોમાં જગ્યા હોય અને પર્યાવરણ પણ સ્વચ્છ અને સલામત રહે.

અન્ય સમાચારો પણ છે...