માગણી:સ્ટેશનો પર અખબાર - માસિક માટે સ્વતંત્ર સ્ટોલ હોવા જોઈએ

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં વ્હીલર બુક સ્ટોલનું રૂપાંતર બહુઉદ્દેશીય સ્ટોલમાં થયું છે

લોકલ ટ્રેનોમાં લાખ્ખો પ્રવાસીઓ રોજ અવરજવર કરે છે. લાંબા અંતરના પ્રવાસમાં કંટાળો દૂર રાખવા પ્લેટફોર્મ પર એ. એચ. વ્હીલર બુક સ્ટોલ પરથી અખબારો અને માસિકની ખરીદી કરે છે. છેલ્લાં અનેક વર્ષ વાચકોના હકનું ઠેકાણું આ બુક સ્ટોલે પોતાનો મૂળ ઉદ્દેશ ભુલાવી દીધો છે. એ.એચ. વ્હીલર બુક સ્ટોલ બહુઉદ્દેશીય સ્ટોલમાં રૂપાંતર થયું હોવાથી અખબાર અને માસિકની જગ્યા હવે ધીમે ધીમે ખાદ્યપદાર્થોએ લેવાનું શરૂ કર્યું છે. આથી વાચકોને અસુવિધા નડી રહી છે. આથી અગાઉની જેમ સ્વતંત્ર બુક સ્ટોલ હોવા જોઈએ એવી માગણી જોર પકડી રહી છે.

દેશમાં સૌપ્રથમ અલાહાબાદમાં 1877માં એ.એચ. વ્હીલર સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. દેશભરમાં 258 સ્ટેશનો પર કંપનીના 378 બુક સ્ટોલ, 121 કાઉન્ટર ટેબલ અને 397 ટ્રોલી છે. જોકે રેલવે સ્ટેશન પર વાંચનનો વારસો ટકાવી રાખનારા એ.એચ. વ્હીલર બુક સ્ટોલ હવે ઈતિહાસ જમા થવાને માર્ગે છે. મધ્ય રેલવે પછી પશ્ચિમ રેલવે માર્ગ પર પણ એ.એચ. વ્હીલર બુક સ્ટોલનું રૂપાંતર બહુઉદ્દેશીય સ્ટોલમાં થયું છે. આથી અહીં અગાઉની જેમ અખબાર અને માસિકો વાચકોને ઉપલબ્ધ થતાં નથી. પાકીટબંધ ખાદ્યપદાર્થ, ઠંડાં પીણાં, પેન, બ્રશ, પાણી જેવી વસ્તુ વધુ પ્રમાણમાં દેખાઈ રહી છે.

અનેક ફરિયાદો આવી રહી છે
વાચકોની અનેક ફરિયાદી અમારી પાસે અને અખબારી કાર્યાલયોમાં આવી રહી છે. આથી અખબાર અને માસિકો માટે અગાઉની જેમ સ્વતંત્ર સ્ટોલ હોવા જોઈએ, એવી માગણી યુનાઈટેડ ફોરમ ઓફ ન્યૂઝપેપર્સ, મુંબઈ દ્વારા કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...