કોરોના પોઝિટિવ આવેલા અનેક દર્દીઓમાં સૌમ્ય લક્ષણો દેખાય છે અથવા તો લક્ષણો જ હોતા નથી. આ પાર્શ્વભૂમિ પર આવા કોરોના દર્દીઓને હોમ ક્વોરન્ટાઈનમાં રાખતા કયા નિયમોનું ચુસ્તતાથી પાલન કરવાનું છે એ બાબતે માર્ગદર્શક સૂચનાઓ મુંબઈ મહાપાલિકાએ જારી કરી છે. જો કોરોના પોઝિટિવ દર્દીમાં કોઈ પણ લક્ષણો ન હોય અને તેમના કોઈ પણ પ્રકારનીશ્વાસની તકલીફ ન હોય, તાવ ન હોય, ઓક્સિજનનું સ્તર નોર્મલ હોય એવા વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન રહેવાની પરવાનગી આપવામાં આવી છે.
આરોગ્ય અધિકારીઓની તપાસમાં કોરોના પોઝિટિવ દર્દીમાં સૌમ્ય લક્ષણો હોય અથવા કોઈ પણ લક્ષણો ન હોય એવી વ્યક્તિ હોમ ક્વોરન્ટઈન રહી શકે છે. સંપર્કમાં આવેલા કુટુંબના સભ્યોની પણ હોમ ક્વોરન્ટાઈન રહેવાની વ્યવસ્થા હોવી જોઈએ. જે દર્દીઓ 60 વર્ષ કરતા વધુ ઉંમરના છે અથવા જે દર્દીઓ કોમોરબિડીટીના દર્દી છે જેમ કે ડાયાબિટીસ, હાઈપર ટેન્શન, હ્રદયરોગ, કિડનીની બીમારી ધરાવતા કોરોના પોઝિટિવ દર્દીઓને આરોગ્ય અધિકારીની તપાસ પછી, સલાહ બાદ જ હોમ ક્વોરન્ટાઈન રહેવાની પરવાનગી આપી તો જ ઘરે રહીને સારવાર કરી શકાશે.
જે કોરોના પોઝિટિવ દર્દીની રોગ પ્રતિકારકશક્તિ ઓછી હશે (અથવા આવી વ્યક્તિ એચઆઈવી કે કેન્સર થેરપી લેતી હોય) એવા દર્દીઓને હોમ ક્વોરન્ટાઈન માટે પરવાનગી નથી. ડોકટરે આવા દર્દીને તપાસ્યા પછી જો હોમ ક્વોરન્ટાઈન રહેવાની સલાહ આપી હોય તો દર્દી હોમ ક્વોરન્ટાઈન રહી શકશે. જો કોઈ કોરોના પોઝિટિવ દર્દી હોમ ક્વોરન્ટાઈન હોય તો એના કુટુંબના સંપર્કમાં આવેલા સભ્યોએ પણ હોમ ક્વોરન્ટાઈનની માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરવાનું છે.
ગર્ભવતી મહિલાઓ જેમની પ્રસુતિની તારીખ બે અઠવાડિયામાં છે તેમને હોમ ક્વોરન્ટાઈન રાખી શકાશે નહીં. હોમ ક્વોરન્ટાઇન કોરોના પોઝિટિવ દર્દીએ પોતાને ઘરના એક રૂમમાં આઈસોલેટ કરવાનું છે અને કુટુંબના બીજા સભ્યોને, વરિષ્ઠ વ્યક્તિ અને કોમોરબિડીટીવાળા વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું ટાળવાનું રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.