તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવો પ્લાન:મુંબઈમાં પૂર પરિસ્થિતિ ટાળવા માટે મહાપાલિકા દ્વારા નાવા-નવા અખતરા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંતાક્રુઝ, અંધેરી, કાંદિવલી, બોરીવલી, દહિસર માટે નવો પ્લાન

બ્રિમસ્ટોવેડ પ્રકલ્પ માટે હમણાં સુધી રૂ. 3000 કરોડ આસપાસ ખર્ચ થયા પછી પણ મુંબઈની પૂર પરિસ્થિતિ નિયંત્રણમાં આવતી નથી. આથી હવે નવા નવા અખતરા કરવામાં આવી રહ્યા છે. પશ્ચિમ ઉપનગરના જે વિસ્તારોમાં પાણી જમા થાય છે ત્યાં પર્જન્યવાહિની પહોળી કરવી, નવી વાહિનીઓ નાખવાનાં કામ કરાશે.સાંતાક્રુઝ અંધેરી, કાંદિવલી, બોરીવલી, દહિસર વિસ્તારોમાં સ્થાનિક પૂર પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે મહાપાલિકાએ લોકલ પ્લાન તૈયાર કર્યો છે. આ માટે મહાપાલિકા રૂ.21 કરોડ ખર્ટચ કરશે. આ વિસ્તારની સ્થાનિક જરૂર અનુસાર પર્જન્યવાહિનીઓ પહોળી કરવી, નવી પર્જન્યવાહિનીઓ નાખવી, નવા ચેમ્બર બાંધવા જેવાં કામો કરવામાં આવશે.

કાંદિવલી બોરીવલી વિસ્તારમાં પર્જન્યવાહિની બાંધવી, પર્જન્ય વાહિનીઓ પહોળી કરવી, ક્રોસ કલ્વર્ટ બાંધવા જેવાં કામો છ ઠેકાણે કરવામાં આવશે. આ માટે રૂ. 3.75 કરોડ ખર્ચ કરવામાં આવશે, જ્યારે અંધેરી પૂર્વ ખાતે સહાર કાર્ગો હબ પાસે ઉદભવી પૂર પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે આ વિસ્તારના નાળાઓને ઊંડા કરવા અને પહોળા કરવામાં આવશે. આથી સહાર પોલીસ સ્ટેશન, સહાર ગાવ, કાર્ગો હબ વિસ્તારોને દિલાસો મળશે એવો દાવો કરવામાં આવ્યો છે. નાળાઓની આડમાં આવતી ઈંધણવાહિનીઓ પણ હટાવવામાં આવશે.

દહિસર સબવે માટે હિંદમાતા ફોર્મ્યુલા
હિંદમાતાખાતે વરસાદનું પાણી ભૂમિગત ટાંકીઓમાં સંગ્રહ કરવામાં આવશે તે જ રીતે દહિસર સબવેની બંને બાજુ ચેમ્બર્સ બાંધવામાં આવી છે. આ ચેમ્બરમાં વરસાદનું પાણી જમા થઈને તે નાળામાં પંપની સહાયથી છોડવામાં આવશે. આ સાથે વિસ્તારમાં નવી પર્જન્યવાહિનીઓ પણ બાંધવામાં આવશે. આ માટે રૂ. 1.47 કરોડનો ખર્ચ કરવામાં આવશે, એમ મહાપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...