ભાસ્કર વિશેષ:પવઈ IITમાં જાન્યુ.થી ભણાવવાનો નવો પ્રયોગ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘર ઉપરાંત હોસ્ટેલમાંથી પણ ઓનલાઈન ક્લાનમાં હાજરી આપી શકાશે

કોરોનાની પાર્શ્વભૂમિ પર છેલ્લા 20 મહિનાથી ઓનલાઈન ભણાવ્યા બાદ પવઈ ખાતેની આઈઆઈટી મુંબઈમાં આગામી જાન્યુઆરીથી ઓનલાઈન અને ઓફ્ફલાઈન બંને પદ્ધતિથી ક્લાસ લેવામાં આવશે. એમાં એક નવો પ્રયોગ કરવામાં આવશે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પણ તેમની સગવડ પ્રમાણે ઓનલાઈન ક્લાસમાં હાજરી આપી શકશે.

3 જાન્યુઆરીથી નવુ ટર્મ શરૂ થાય છે. અઠવાડિયે ઓછામાં ઓછા એક કલાક કેમ્પસની હોસ્ટેલના વિદ્યાર્થીઓના ઓનલાઈન ક્લાસ લેવા એમ આઈઆઈટી મુંબઈ વ્યવસ્થાપને શિક્ષકોને જણાવ્યું છે. આ ક્લાસનું રેકોર્ડિંગ કેમ્પસની બહારના વિદ્યાર્થીઓને પણ ઉપલબ્ધ કરી આપવું. તેમ જ જે ક્લાસના તમામ વિદ્યાર્થીઓ કેમ્પસમાં હાજર રહી શકે છે તેમને ઓફ્ફલાઈન જ ભણાવવામાં આવે એવી સૂચના આપવામાં આવી છે. ઓનલાઈન ભણાવવામાં અનેક વિદ્યાર્થીઓ ધ્યાન આપીને ભણતા ન હોવાનું જણાયું છે.

ઓફ્ફલાઈન ભણાવવામાં પણ આમ થાય છે. તેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સગવડ પ્રમાણે બંને રીતે ક્લાસ લેવા પર આઈઆઈટી મુંબઈએ ભાર મૂક્યો છે એમ એક વરિષ્ઠ પ્રોફેસરે જણાવ્યું હતું.

ક્લાસમાં હવાની હેરફેર માટે યોજના
કોરોના નિયંત્રણમાં આવ્યા પછી જાન્યુઆરીથી આઈઆઈટી મુંબઈમાં પ્રથમ નવું ટર્મ શરૂ થાય છે. આઈઆઈટીએ એના માટે એક વેન્ટિલેશન સમિતિની સ્થાપના કરી છે. ક્લાસમાં હવાની હેરફેર માટે ઉપાયયોજના કરવાની જવાબદારી આ સમિતિ પર હશે. ક્લાસમાં એક્ઝોસ્ટ ફેન વધારવામાં આવશે. તેમ જ કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણે સમયાંતરે જાણવા માટે સેન્સર્સ પણ લગાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...