નવો ગણવેશ:અગ્નિશમન દળના જવાનો માટે નવો યુરોપિયન દરજ્જાનો ગણવેશ

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા ગણવેશથી સંપૂર્ણ શરીર ઢંકાતું હોવાથી ઈજાની શક્યતા ઓછી

મુંબઈમાં આગ લાગવાની દુર્ઘટનાઓ સહિત અન્ય કેટલીક કુદરતી આપતિ આવતા મુંબઈ અગ્નિશમન દળના અધિકારી અને જવાનો હંમેશાં મદદકાર્ય માટે તત્પર રહે છે. દળના જવાનો આગ અને અને બીજી આપતિઓનો સામનો કરતા સમયે જીવની બાજી લગાવે છે. તેથી જ તેમની સુરક્ષિતતા વધુ મહત્વની છે. એ ધ્યાનમાં રાખતા દળના જવાનો માટે વ્યક્તિગત સ્તરે વધુ સંરક્ષિત ગણવેશ પૂરો પાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. પાશ્ચાત્ય ખાસ કરીને યુરોપિયન દરજ્જાવાળો ગણવેશ આગ બુઝાવવા માટે જવાનો માટે સંરક્ષક ઠરશે.

મુંબઈ મહાપાલિકાએ અગ્નિશમન દળના જવાનો માટે આ પહેલાં 2017માં અત્યાધુનિક ગણવેશની ખરીદી કરી હતી. એ ગણવેશની મુદત પૂરી થઈ હોવાથી મહાપાલિકા તરફથી નવો ગણવેશ ખરીદવામાં આવશે. એના માટે 16 કરોડ 19 લાખ રૂપિયાનું ભંડોળ જોઈશે. આ નવો ગણવેશ આગ બુઝાવતા, બચાવકાર્યમાં જવાનોને ઉપયોગી થશે. આ ગણવેશના કારણે સંપૂર્ણ શરીર ઢંકાઈ જતું હોવાથી ઈજા થવાની શક્યતા ઓછી છે. તેમ જ આગ બુઝાવતા આ ગણવેશના કારણે વધુ સમય સુધી આગનો પ્રતિકાર કરવો શક્ય થશે.

મહાપાલિકા તરફથી નવો ગણવેશ ખરીદતા સમયે યુરોપિયન દરજ્જાને અગ્રતા આપવામાં આવશે. એમાં જવાનો માટે ઉપયોગી જેકેટ, ટ્રાઉઝર, હુડ ફાયરમેન, હાથમોજાનો સમાવેશ છે. આ ગણવેશની ખરીદી કરતા એ ગણવેશના દરજ્જા બાબતે લેમેન સંસ્થા તરફથી તપાસ કરવામાં આવશે. એ પ્રકારનું પ્રમાણપત્ર આપવું પુરવઠાદાર માટે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...