તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઇમાં નોકરી અને બિઝનેસ માટે રહેતા એકલા પુરુષોને હવે સાંજે 7 વાગ્યા પહેલાં એટલે કે સૂર્યાસ્ત પહેલાં ભોજન મગાવી લેવું પડશે. સરકારે કડક નિયંત્રણોની ઘોષણા કર્યા પછી મહારાષ્ટ્રમાં રાત્રે 8 વાગ્યા પછી ઝોમેટો અને સ્વિગી સહિત અનેક ફૂડ એપ્સ દ્વારા ઓર્ડર લેવાનું બંધ કરવામાં આવ્યું છે. ફૂડ ડિલિવરી એપ્સે વપરાશકર્તાઓને સૂચનાઓ મોકલીને સોમવારે, 5 એપ્રિલે નિયંત્રણના પહેલા દિવસે રાત્રે 8 વાગ્યા પછી ઓર્ડર સ્વીકારશે નહીં એવું જણાવી દીધું હતું. જોકે હજુ પણ સ્થિતિ મુજબ નિયમોમાં ફરેફાર આવવાની શક્યતા છે.
બીજી તરફ મુંબઇ મહાપાલિકાએ એક યાદીમાં જણાવ્યું છે કે, પાંઉભાજી સેન્ટર, નાસ્તા, ચા, અંડા-આમલેટ, જયુસ આઇસક્રીમ, કોલ્ડડ્રિંક્સ, ફરસાણ અને ભેળ સહિતની દુકાનો સોમથી શુક્ર સવારે 7થી સાંજે 7 વાગ્યા સુધી પાર્સલ સેવા આપી શકશે, જયારે હોટેલ, રેસ્ટોરાં, બિયર બાર અને વાઇન શોપ સોમવારથી શુક્રવારના પાર્સલ સેવા તેમ જ શનિ- રવિવારે હોમ ડિલિવરી કરી શકશે.
આ સિવાયની તમામ દુકાનો જેવી કે મોબાઇલ વેચાણ અને રિપેરિંગ, પાન મસાલા- તમાકુ, કપડાં, ટેલરિંગની દુકાન, જ્વેલરી શોપ, સ્ટેશનરી અને જનરલ, ઇલેક્ટ્રિકલ અને ઇલેકટ્રોનિક્સ, ચપ્પલ અને શૂઝની, સલૂન, બ્યુટી પાર્લર, સ્પા સેન્ટર, દુકાનો આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાની રહેશે.
ફૂડ એપ શું કહે છે
મુંબઇમાં, ઝોમેટો અને સ્વિગી બંનેએ રાત્રે 8 વાગ્યા પછી ઇન-એપ્લિકેશન મેસેજ બતાવવાનું શરૂ કર્યું છે કે તેઓ ઓર્ડર સ્વીકારતા નથી. ઝોમેટોના મેસેજ અનુસાર અમે હાલમાં ઓનલાઈન ઓર્ડર સ્વીકારી રહ્યા નથી. અમે ટૂંક સમયમાં પાછા આવીશું. સ્વિગી એપ્લિકેશન કહે છે, «અમે અત્યારે અહીં વિતરીત કરી રહ્યા નથી! મહારાષ્ટ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નવી લોકડાઉન માર્ગદર્શિકાને પગલે આ વાત સામે આવી છે. મહારાષ્ટ્ર સરકારે પણ દરરોજ નાઇટ કરફ્યુ અને સપ્તાહના અંતે સંપૂર્ણ લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. નાઇટ કરફ્યુ રાત્રે 8 વાગ્યે શરૂ થશે અને સવારે 7 વાગ્યા સુધી ચાલશે, નવો આદેશ 30 એપ્રિલ સુધી અમલમાં રહેશે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.