તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ:મુંબઈમાં નવા કેસ ઘટ્યા પણ વધતો મૃત્યુ દર ચિંતાજનક

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એપ્રિલમાં 0.6 ટકા પર નીચે આવીને મેમાં 2.27 ટકા સુધી વધી ગયો છે

કોરોનાને રોકવાની બાબતમાં મુંબઈ મહાપાલિકાની કામગીરીના દેશભરમાં વખાણ થઈ રહ્યા છે, પરંતુ સતત વધતો મૃત્યુ દર ચિંતાનો વિષય બની ગયો છે. મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાના નવા કેસ સ્થિર થયા છે, પરંતુ તેની તુલનામાં મૃત્યુનું પ્રમાણ ઓછું થતું નથી. કોરોનાના સંકટનો ઉત્તમ રીતે સામનો કરવાની બાબતમાં મહાપાલિકાના વ્યવસ્થાપનના સુપ્રીમ કોર્ટ સાથે નીતિ આયોગે પણ વખાણ કર્યા છે. જોકે કોરોનાને લીધે થતાં મૃત્યુનું પ્રમાણ અંકુશમાં આવતું નથી.

14-20 એપ્રિલ વચ્ચે મૃત્યુ દર 0.6 ટકા, જે પછી 21-27 એપ્રિલે તે 1.14 ટકા, 28- 4 મે વચ્ચે 2.17 ટકા અને 5- 7 મે વચ્ચે તે 2.27 ટકા સુધી પહોંચી ગયો છે. આમ, મુંબઈમાં સરેરાશ મૃત્યુદર 2.03 ટકા છે. મહારાષ્ટ્રમાં તે 1.48 ટકા છે. 15 એપ્રિલ દરમિયાન મહારાષ્ટ્રનો પોઝિટિવિટી રેટ 15.8 ટકા હતો, જ્યારે મુંબઈનો પોઝિટિવિટી રેટ 5.53 ટકા હતો. હાલમાં મહારાષ્ટ્રનો પોઝિટિવિટી રેટ 17.36 ટકા છે, જ્યારે મુંબઈનો 1.58 ટકા છે. ખાસ કરીને મુંબઈમાં કોરોનાનાં મૃત્યુ છુપાવવામાં આવી રહ્યા હોવાનો આરોપ વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે કર્યો છે.

રાજ્યમાં અન્ય કારણોને લઈને થતાં મૃત્યુનું પ્રમાણ 0.7 ટકા છે. મુંબઈમાં આ પ્રમાણ 39.4 ટકા છે. પ્રથમ લહેરમાં પણ આ પ્રમાણ બાકી મહારાષ્ટ્રમાં 0.8 ટકા હતું, જ્યારે મુંબઈમાં તે 12 ટકા હતું. કોરોનાની બીજી લહેરમાં મુંબઈમાં સંક્રમણ દર ઓછો થાય તે માટે ઓછી તપાસ કરવાનો પ્રયાસ મહાપાલિકા વતી સતત કરવામાં આવી રહ્યો છે એવો આરોપ પણ ભાજપે કર્યો હતો.

કોરોનામાં મૃત્યુ દર શા માટે વધી રહ્યો છે
મુંબઈમાં કોરોનાના સંક્રમણનો આલેખ સ્થિર થઈ રહ્યો છે એ રાહતની વાત છે, પરંતુ મુંબઈમાં કોરોનાનો મૃત્યુ દર બાકી મહારાષ્ટ્રની તુલનામાં વધુ છે. મહારાષ્ટ્રની તુલનામાં મુંબઈમાં ઉત્તમ આરોગ્ સુવિધા છે ત્યારે મૃત્યુ દર વધુ હોવો તે ગંભીર છે. કોરોનાના સંકટમાં મુંબઈના વ્યવસ્થાપનના વખાણ થયાં છે, પરંતુ તેની સાથે મૃત્યુ કેમ વધી રહ્યો છે તે વિશે ચિંતા કરવા જેવી છે.

અન્ય સમાચારો પણ છે...