તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રશાસનની સલાહમસલત:રાજ્ય માટે ડેટા સેન્ટર, ફિનટેક અને ડ્રોન માટે નવું ધારા ધોરણ

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાસકોમ અને આઈટી ઉદ્યોગ સંગઠન સાથે પ્રશાસનની સલાહમસલત

રાજ્યમાં ટેકનોલોજી ઝડપથી અપનાવવા અને આઈટી ઉદ્યોગને પ્રમોટ કરવા માટે ટેકનોલોજી કંપનીઓને પ્રોત્સાહન આપવા નવી આઈટી નીતિ ઘડવાનું સરકારે નક્કી કર્યું છે. આ ધોરણ નાસકોમ અને આઈટી ઉદ્યોગ સંગઠન સાથે સલાહમસલતમાં ઘડવામાં આવી રહ્યું છે, જે નાગપુર, લાતુર, નાશિક અને ઔરંગાબાદ જેવાં નાનાં શહેરોમાં આઈટી, આઈટીઝ અને આઈટી અભિમુખ કંપનીઓને આકર્ષશે. મુખ્યત્વે આઈટી કંપનીઓ માટે કર રાહતો અને પ્રોત્સાહનો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે.

આ વિશે બોલતાં મુંબઈમાં ડિજિટેક કોન્ક્લેવ 2021માં બોલતાં આઈટી માટેના રાજ્યમંત્રી સતેજ પાટીલે જણાવ્યું કે સરકાર કોવિડ મહામારી સંબંધી વ્યવસ્થાપન, પૂર નાબૂદી પ્રવૃત્તિઓ સહિત વહીવટી પ્રવૃત્તિઓનું વ્યવસ્થાપન કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની શક્યતાઓને તપાસ કરી રહી છે.

ઉપરાંત ઈ-ઓફિસ, મહારાષ્ટ્ર બ્લોક ચેઈન સેન્ડબોક્સ વહેરે જેવી ઈ-ગવર્નન્સ પહેલોનો ઉપયોગ કરીને આમઆદમીના રોજના જીવનમાં આઈટી મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે તેની ખાતરી રાખવા માટે પણ સરકાર પગલાં લઈ રહી છે. ઉપરાંત ડેટા સેન્ટર, ફિનટેક અને ડ્રોન સહિત અન્ય આઈટી સંબંધી પાંખો માટે પણ નીતિઓ ઘડવામાં આવી રહી છે. સરકારની પ્રસ્તાવિત આઈટી નીતિ પર વધુ પ્રકાશ પાડતાં પાટીલે જણાવ્યું હતું કે મોજૂદ આઈટી નીતિ સમાપ્ત થઈ રહી હોવાથી અમે નવી આઈટી નીતિ રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

ડ્રોન માટે નવું ધોરણ
કેન્દ્ર સરકારે ડ્રોનના ઉપયોગ માટે માર્ગદર્શિકા રજૂ કરી હોવાથી રાજ્ય સરકાર પણ હેલ્થકેર, કૃષિ અને વીજ જેવાં વિવિધ ક્ષેત્રોમાં ડ્રોનનો ઉપયોગ કરવા અને પૂર, પાણી ભરાવાની સમસ્યા વગેરેની દેખરેખ રાખવા પણ તેના ઉપયોગ માટે ડ્રોનનીતિ લાવવાનું નિયોજન કરી રહી છે.

મહામારી દરમિયાન ક્વોરન્ટાઈન, હોટસ્પોટ અને કોવિડ-19 માર્ગદર્શિકાનું નિરીક્ષણ કરવા માટે ડ્રોન ટેકનોલોજી બહુ ઉપયોગી નીવડી હતી. ઉપરાંત ડ્રોન ચોમાસામાં મુંબઈ જેવા શહેર માટે બહુ ઉપયોગી બની રહેશે, કારણ કે તેના થકી ગટરો અને પાણી ભરાવાની જગ્યાઓ પર નજર રાખી શકાશે અને તેને આધારે રાહતો અને ખાવાનું પૂરું પાડી શકશે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...