તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:મહારાષ્ટ્રમાં આવનાર માટે નેગેટિવ RTPCR ફરજિયાત

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આગમનના 48 કલાક પૂર્વે કઢાવવાનો અને તે સાત દિવસ લાગુ રહેશે

મહારાષ્ટ્રમાં બ્રેક ધ ચેઈન હેઠળ લોકડાઉન જેવાં કડક નિયંત્રણો 1લી જૂન, 2021ના સવારે 7 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યાં છે, જેમાં અમુક નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય બધા નિયમો યથાવત રાખવામાં આવ્યા છે. ખાસ કરીને રિટેઈલ વેપારીઓની દુકાનો ખોલવાની માગણીને પણ આ આદેશમાં ધ્યાનમાં લેવાઈ નથી, જેથી વેપારીઓમાં નારાજી છે.દેશના કોઈ પણ સંવેદનશીલ રાજ્યમાંથી મહારાષ્ટ્રમાં આવનારા નાગરિકોને અગાઉ મુજબના નિયમો લાગુ રહેશે. કાર્ગો કેરિયરમાં ડ્રાઈવર અને ક્લીનર સહિત બે જ જણ પ્રવાસ કરી શકશે. જો કાર્ગો કેરિયર અન્ય રાજ્યમાંથી આવે તો તેમને નેગેટિવ આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત રહેશે, જે આગમનના 48 કલાક પૂર્વે કઢાવવાનો રહેશે અને 7 દિવસ સુધી માન્ય રહેશે.

સ્થાનિક પ્રશાસનને ગ્રામીણ બજારો અને એપીએમસી પર વિશેષ ધ્યાન રાખવા માટે જણાવાયું છે. અહીં કોવિડ યોગ્ય વર્તનની ખાતરી રાખવાની રહેશે. જો તે છતાં શિસ્તનું પાલન નહીં થતું હોય તો સ્થાનિક પ્રશાસન દ્વારા તેમને અનુકૂળ લાગે તે રીતે આ બજાર બંધ કરાવી શકશે અથવા વધુ નિયંત્રણો લાદી શકશે, એમ ચીફ સેક્રેટરી સીતારામ કુંટે દ્વારા જારી આદેશમાં જણાવવામાં આવ્યું છે.

સ્થાનિક પ્રશાસનને વધુ નિયંત્રણો લાદવા છૂટ : સ્થાનિક પ્રશાસન સંબંધિતોને જાણ કરીને સામાન્ય અથવા ચોક્કસ ક્ષેત્રો અથવા ચોક્કસ વિસ્તારોમાં વધુ નિયંત્રણો લાદી શકે છે, જે માટે તેમણે સંબંધિત વિભાગને જાણ કરવાની રહેશે અને આવાં નિયંત્રણો લાગુ કરવા પૂર્વે જાહેર જનતાને કમસેકમ 48 કલાક પૂર્વે સૂચના આપવાની રહેશે, એમ આદેશમાં જણાવવામાં આવ્યું છે.

કાર્ગો હેરફેર માટે પ્રવાસની છૂટ અપાઈ
દૂધ એકત્રીકરણ, પરિવહન અને પ્રક્રિયા નિયંત્રણો વિના કરવા દેવાશે. જોકે તેનું રિટેઈલ વેચાણ જરૂરી ચીજો સાથે લેણદેણ કરતી દુકાનો પર લાગુ નિયંત્રણો અથવા હોમ ડિલિવરીને આધીન રહેશે. એરપોર્ટ અને બંદરની સેવાઓમાં સંકળાયેલા કર્મચારીઓને જો કોવિડના વ્યવસ્થાપન માટે દવાઓ અથવા ઉપકરણો સંબંધી કાર્ગોની હેરફેર કરવાની હોય તો તેમને લોકલ, મોનો અને મેટ્રો સેવાઓમાં પ્રવાસ કરવા દેવાશે.

અન્ય સમાચારો પણ છે...