કોર્ટનો ચુકાદો:એનસીપીની મહિલા કાર્યકર્તાનો વિનયભંગઃ વકીલને જામીન નહીં

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વકીલ પદાધિકારી બનતાં જ સુંદર છોકરીઓ મોકલવા કહેતો એવો આરોપ

રાષ્ટ્રવાદી કોંગ્રેસની મહિલા કાર્યકર્તાનો વિનયભંગ કરવા સંબંધે વકીલને ધરપકડ પૂર્વ જામીન આપવાનો સેશન્સ કોર્ટે ઈનકાર કરી દીધો છે. દિંડોશી કોર્ટે સોમવારે ઈન્દરપાલ સિંહ (62)ની આગોતરા જામીન નકારી કાઢી હતી. સિંહ મની લોન્ડરિંગ કેસનો સામનો કરતા રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખનો કેસ લડી રહ્યો છે.

એડિશનલ સેશન્સ જજ એન એલ કાળેએ આદેશમાં જણાવ્યું કે આ પ્રકરણની તપાસ માટે આરોપીની કસ્ટડીમાં પૂછપરછ અને પ્રત્યક્ષ હાજરી આવશ્યક છે. આદેશની નકલ મંગળવારે ઉપલબ્ધ બની હતી. ચારકોપ પોલીસે સિંહ અને અન્ય ત્રણ સામે વિનયભંગ અને શરમ ઊપજે તેવાં કૃત્યો કરવા અંગેની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

ફરિયાદી અનુસાર તે રાષ્ટ્રવાદી મુંબઈની મહિલા જિલ્લા પ્રમુખ બની હતી, જે સમયે સિંહ રાષ્ટ્રવાદીનો ઉત્તર મુંહઈ પ્રમુખ હતો. તે ફરિયાદીને સુંદર મહિલાઓ તેની પાસે મોકલવા કહેતો હતો. ફરિયાદીએ વિરોધ કરતાં તેની વિરુદ્ધ વેરવૃત્તિથી વર્તતો હતો.સિંહે તેના સામાજિક કાર્યમાં અવરોધ પેદા કર્યો હતો અને કારકિર્દીમાં અવરોધ પેદા કર્યો હતો. ઓક્ટોબર 2021માં સિંહે વ્હોટ્સએપ ગ્રુપ પર ફરિયાદી વિશે વાંધાજનક મેસેજ મોકલ્યા હતા અને રાષ્ટ્રવાદીની બેઠકમાં તેને વિશે ખોટાં નિવેદન કર્યાં હતાં, એવો પણ આરોપ કર્યો છે.

સિંહ અને અન્ય આરોપીઓએ તેમની સામે ફરિયાદીએ ખોટો અહેવાલ નોંધાવ્યો છે અને ખોટા આરોપ કર્યા છે એવો બચાવ કર્યો છે. કોર્ટે જોકે જણાવ્યું કે આરોપીઓએ ફોનનો ઉપયોગ કરીને વ્હોટ્સએપ ગ્રુપ પર કથિત મેસેજ મોકલ્યા હોવાથી આ કેસમાં મોટા ભાગની તપાસ ઈલેક્ટ્રોનિક મિડિયા અને ડિવાઈસીસ સંબંધી છે. આ ડિવાઈસ જપ્ત કરવાના બાકી છે. આરોપીના ગુનો આચરવા ઉપયોગ કરાયેલા ફોન પણ જપ્ત કરવા તપાસ અધિકારીને તેમની કસ્ટડી મળે તે બહુ જરૂરી છે, એવી નોંધ પણ કોર્ટે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...