કાર્યવાહી:એનસીબીએ નાંદેડમાં 5 કરોડનું 1127 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમીર વાનખેડે ફરી સક્રિય : બાર વ્હીલવાળા ટ્રકમાં ગાંજો છુપાવીને લવાતો હતો

ક્રુઝ પર ડ્રગ્સ પાર્ટી કેસ બાદ અભૂતપૂર્વ વિવાદને લઈને ઠંડી પડેલી કાર્યવાહી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે ફરીથી સક્રિય બન્યા છે અને આ વખતે તેમણે નાંદેડમાંથી 1127 કિલો ડ્રગ્સ જપ્ત કરવાની મહત્ત્વપૂર્ણ કામગીરી પાર પાડી છે.નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ની તાજેતરના સમયની સૌથી મોટી કાર્યવાહીમાં સોમવારે સવારે અંદાજિત 5 કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં એક 12 વ્હીલર ટ્રકમાંથી ગાંજાનો 1127 કિલો જથ્થો મળી આવ્યો હતો.

સમીર વાનખેડેએ જણાવ્યું કે આ કન્સાઈનમેન્ટ આંધ્ર પ્રદેશના હૈદરાબાદથી મહારાષ્ટ્ર લાવવામાં આવ્યું હતું. 15 નવેમ્બરે નાંદેડ જિલ્લાના નાયગાંવ તાલુકામાં મંજરામગામ ખાતેથી આ ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યા પછી બે જણની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.એનસીબીના અધિકારીઓને મહારાષ્ટ્ર લાવવામાં આવી રહેલા ડ્રગ્સના જંગી જથ્થા અંગે માહિતી મળી હતી. એ પછી એનસીબીની ટીમને છટકું ગોઠવીને એક ટ્રકમાંથી તલાશી દરમિયાન 1127 કિલો મારીજુઆના (ગાંજો) નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. આ ડ્રગ્સ બારદાનની કોથળીઓમાં છુપાવવામાં આવેલો હતો.

આ કન્સાઇનમેન્ટ મહારાષ્ટ્રના જલગામ ખાતે પહોંચાડવાનું હતું અને તે પછી મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં વિતરણ થવાનું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે 1127 કિલો ગાંજા (ગાંજા)ની જપ્તિ એનસીબી, મુંબઈ દ્વારા કરવામાં આવેલી સૌથી વધુ જથ્થામાંની એક છે. એનસીબીએ ગુના રજિસ્ટર નંબર 98/2021માં કેસ નોંધ્યો હતો. આ ડ્રગ્સ કોને કોને પહોંચાડવામાં આવવાનું હતું તે અંગે વધુ તપાસ ચાલી રહી છે, એમ વાનખેડેએ જણાવ્યું હતું.

155 હશિશ મુંબઈમાં પહોંચાડવાનું હતું
ઓકટોબર મહિનામાં 155 કિલો હશીશ નેપાલથી ભારત દાણચોરીથી લાવવામાં આવ્યું હતું. એ પછી આ હશીશ જુદા જુદા માર્ગે દેશમાં પહોંચતું થયું. એમાંથી 25 કિલો હશીશનો પહેલો જથ્થો હતો. કુલ 155 કિલો હશીશ જુદા જુદા માર્ગે મુંબઈ પહોંચાડવાનું હતું. આમ નશીલા પદાર્થોનો નેપાલથી મુંબઈ સંબંધ હોવાનું જણાયું છે. આ પ્રકરણે વધુ તપાસ ચાલુ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હશીશનો દર કિલો દીઠ લગભગ 5 કરોડ રૂપિયા છે. એ અનુસાર મુંબઈમાં પકડાયેલું હશીશ 125 કરોડ રૂપિયાનું થાય છે. સંપૂર્ણ 155 કિલો હશીશ 750 કરોડ રૂપિયાનું છે. 155માંથી 25 કિલો નશીલો પદાર્થ જપ્ત થયો છે. તેથી બાકીના હશીશની તપાસ કરવામાં આવી રહી છે.

ડ્રગ્સની સૌથી વધારે દાણચોરી નેપાલથી
દરમિયાન ભારતમાં અને ખાસ કરીને મુબઈમાં નશીલા પદાર્થોની સૌથી વધારે દાણચોરી નેપાલથી થતી હોવાનું જણાયું છે. કેન્દ્ર સરકારના ડીઆરઆઈ (ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ)એ તાજેતરમાં કરેલી મહત્વની કાર્યવાહીઓમાં આ બાબત ધ્યાનમાં આવી છે. 100 કરોડ રૂપિયાથી વધુ કરચોરી કરીને સામાનની આયાત થતી હોવાનું ધ્યાનમાં આવતા ડીઆરઆઈ તરફથી કાર્યવાહી કરવામાં આવે છે. એના અંતર્ગત નશીલા પદાર્થોની દાણચોરી પર પણ ડીઆરઆઈ તરફથી કરડી નજર રાખવામાં આવે છે. કેટલાક મહત્વના દાણચોર ડીઆરઆઈએ પકડ્યા હતા. એમાં નશીલા પદાર્થોની લિન્ક નેપાલથી મુંબઈ હોવાનું જણાયું હતું.

અન્ય સમાચારો પણ છે...