મલિકનો દાવો:એનસીબીનું પંચો પર દબાણઃ મલિકે ઓડિયો ક્લિપ સંભળાવી

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાનખેડેને એનસીબીમાં મુદત લંબાવી આપવા ભાજપના પ્રયાસ હોવાનો પણ દાવો

રાજ્યના અલ્પસંખ્યાક મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા નવાબ મલિકે રવિવારે પત્રકાર પરિષદ લઈને ફરીથી એનસીબી (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ના મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર ગંભીર આરોપ કર્યા છે. અમુક જૂના કેસમાં પંચો પર કઈ રીતે દબાણ લાવવામાં આવે છે તે બાબતની બે ઓડિયો ક્લિપ તેમણે સંભળાવીને વાનખેડે અને એનસીબી પર ગંભીર આરોપ કર્યા હતા. પંચનામામાં દુરસ્તી કરવા ફોન કરીને દબાણ લાવવામાં આવતું હોવાનું આ ઓડિયો ક્લિપમાં સાંભળવા મળે છે. આ સમયે વાનખેડેનો કાર્યકાળ વધારી આપવા માટે મહારાષ્ટ્રના ભાજપના અમુક નેતાઓ દ્વારા દિલ્હીમાં પ્રયાસ કરી રહ્યા હોવાનો દાવો પણ મલિકે કર્યો હતો.

મલિકે એનસીબીનો ફર્જીવાડા ખુલ્લો કરીશ એવો ઈશારો આપ્યો હતો. નવા વર્ષ નિમિત્તે એનસીબીની બોગસ કાર્યવાહીઓનો ભંડાફોડ કરવામાં આવશે એવો સંકલ્પ તેમણે ટ્વીટર પર કર્યો હતો. આ પછી નવા વર્ષના બીજા દિવસે મલિકે પત્રકાર પરિષદ લઈને એનસીબી અને વાનખેડે પર ફરીથી ગંભીર આરોપ કર્યા છે. અમુક જૂનાં પ્રકરણોમાં પંચો પર દબાણ લાવીને સહીઓ લેવામાં આવી રહી છે, એમ આરોપ કરતી વખતે તેમણે બે ઓડિયો ક્લિપ પણ સંભળાવી હતી.

ઓડિયો ક્લિપમાં શું છે
મલિકે આ સમયે બે ઓડિયો ક્લિપ સંભળાવીને એનસીબી અને સમીર વાનખેડે પર ગંભીર આરોપ કર્યા છે. એનસીબી દ્વારા કઈ રીતે બોગસ કાર્યવાહી કરવામાં આવે છે તે તેમણે કહેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઓડિયો ક્લિપમાં મેડી નામે પંચ છે અને દતેને કિરણ બાબુ નામના અધિકારીએ ફોન કર્યો હતો.

એક જૂના પ્રકરણમાં પંચનામા પર સહી કર. અમારી સમક્ષ પંચનામું કર્યું છે, કાર્યવાહી પ્રક્રિયા કરી છે એવી નોંધ તેમાં છે એમ અધિકારી ઓડિયોમા બોલતો સંભળાય છે. તેની પર મેડી નામે વ્યક્તિ ગભરાઈ જાય છે. તે પછી મલિકે બીજી ઓડિયો ક્લિપ પણ સંભળાવી હતી. આ પછી તેમણે સમીર વાનખેડે અને પંચ વચ્ચે વાતચીત થઈ હોવાનો દાવો કરીને ગંભીર આરોપ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...