તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:NCBએ ભાયંદરથી વધુ બે ડ્રગ પેડલરોને ઝડપી લીધા

મુંબઈ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક અધિકારીને કોરોના લાગુ થતાં સુશાંતની ટેલેન્ટ મેનેજરની પૂછપરછમાં અવરોધ

નાર્કોટિક્સ કંન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ સુશાંતસિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર શ્રુતિ મોદીની અને તેની ટેલેન્ટ મેનેજર જયા સહાને પૂછપરછ માટે બુધવારે બોલાવી હતી. સવારે શ્રુતિની પોણાબે કલાક પૂછપરછ કરી હતી. જોકે આ દરમિયાન એનસીબીની ટીમના એક અધિકારીને કોરોના પોઝિટિવ આવતાં આખી ટીમને ક્વોરન્ટાઈન કરવામાં આવી છે. શ્રુતિ અને જયા સહાને પૂછપરછ માટે હવે પછીથી ફરીથી બોલાવવામાં આવશે. બીજી તરફ એનસીબીએ મંગળવારે રાત્રે ભાયંદર- ઈસ્ટમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ નજીક બસ સ્ટેન્ડ પાસેથી 2.04 કિલોગ્રામ ચરસ સાથે બે ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી હતી. હવે આ બંનેની ચરસ કયાંથી આવ્યું અને કોને સપ્લાય કરવાનુ઼ હતું, અત્યાર સુધીમાં તેને કોને કોને ડ્રગ્સ સપ્લાય કર્યું હતું તેની પૂછપરછ કરશે.

મુંબઈ ઝોનલ યુનિટના એનસીબીના અધિકારીના જણાવ્યા અનુસાર વિશ્વસનીય માહિતીને આધારે નાલા સોપારા- વેસ્ટમાં હનુમાન મંદિર પાસે, જગદીપ એપાર્ટમેન્ટમાં રહેતા અવિનાશ સિંહ (24)ના કબજામાંથી ચરસનાં 8 પેકેટ ટેપ મારીને પેક કરેલાં મળી આવ્યાં હતા. તે એક કપડાના જેકેટમાં વીંટાળીને બોક્સમાં પેક કરીને રાખવામાં આવ્યાં હતાં. અવિનાશને ભાયંદરથી 2.04 કિ.ગ્રા. ચરસ ઝડપી લેવાયો હતો. આ પછી નાલાસોપારા- ઈસ્ટમાં રહેતા શ્રવણ ગુપ્તા (38)ને ઝડપી લીધો હતો, જે અવિનાશની સાથે ફોન પર વાતચીત કરતો હતો. અવિનાશે ગુપ્તા પાસેથી ચરસ મેળવ્યું હતું અને ગુપ્તાએ આ ચરસ મુખ્ય ડ્રગ સપ્લાયર બલિરામ ઉર્ફે બલી પાસેથી લઇને ગુપ્તાએ અવિનાશને આપ્યું હતું.

સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તી હાલમાં મુંબઈની ભાયખલા જેલમાં છે. તે હાઈ કોર્ટમાં જામીન અરજી કરી શકે છે. રિયાના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું હતું કે આ કેસમાં તાત્કાલિક સુનાવણી થાય તે માટે અપીલ કરાશે, જેથી ગુરુવારે દલીલો થઈ શકે.એનસીબીએ ડ્રગ્સ કેસમાં બે દિવસની પૂછપરછ બાદ આઠ સપ્ટેમ્બરના રિયાની ધરપકડ કરી હતી. નવ સપ્ટેમ્બરના રોજ રિયાને ભાયખલા જેલમાં શિફ્ટ કરી દેવામાં આવી હતી. રિયાની જામીન અરજી બે વાર નીચલી અદાલતે નામંજૂર કરી હતી. ડ્રગ્સ કેસમાં રિયા-શોવિક સહિત અત્યાર સુધી 19 જણની ધરપકડ કરવામાં આવી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો