દેશમાં સૌપ્રથમ ઘટના:NCBએ ડ્રગ્સ કેસમાં દલાલનું વિદેશી ક્રિપ્ટો ખાતું ફ્રીઝ કર્યું

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્રિપ્ટો ખાતું ફ્રીઝ કરવાની દેશમાં સૌપ્રથમ ઘટના

ડ્રગ્સ ખરીદી કરવા માટે ક્રિપ્ટો ચલણનો ઉપયોગ કરનારા દલાલ વિરુદ્ધ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મકરંદ પ્રદીપ અદિવરેકર નામે દલાલનું ક્રિપ્ટો ચલણનું ખાતું ફ્રીઝ કરવામાં એનસીબીને સફળતા મળી છે. ખાસ કરીને આ રીતે વિદેશમાં ક્રિપ્ટો ખાતું ફ્રીઝ કરવાની દેશમાં આ સૌપ્રથમ ઘટના છે.

થોડા મહિના પૂર્વે એનસીબીએ અદિવરેકરની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. અદિવરેકર ક્રિપ્ટો બજારમાં બિટકોઈનની લેવેચ કરતો હતો. સ્થાનિક સ્તરે દલાલો પાસેથી નાણાં લઈને તે રકમ બિટકોઈન ખરીદી માટે વાપરતો. આ બિટકોઈનના માધ્યમથી આંતરરાષ્ટ્રીય બજારમાંથી ડ્રગ્સ ખરીદી કરતો અને તે ફરીથી મુંબઈની સ્થાનિક બજારમાં દલાલોને વેચતો. આ રીતે તેણે નેટવર્ક ગોઠવી રાખ્યું હતું. આથી જ અદિવરેકર ડ્રગ્સ જગતમાં ક્રિપ્ટો કિંગ તરીકે ઓળખાતો હતો.

એનસીબીએ થોડા મહિના પૂર્વે ગોપનીય માહિતીને આધારે એલએસડી નામે ડ્રગ્સ સાથે તેની ધરપકડ કરી હતી. આ પછી તપાસમાં તે ક્રિપ્ટો ખરીદી કરતો હોવાનું બહાર આવ્યું હતું.અદિવરેકર કેમન આઈલેન્ડ દેશની બિનાન્સ ક્રિપ્ટો બજારમાં ખાતું ધરાવતો હતો. તે ખાતામાંનું ક્રિપ્ટો ચલણ ઉપયોગ કરીને જ તે ડ્રગ્સની તસ્કરી કરતો હતો, એમ એનસીબી મુંબઈની તપાસમાં બહાર આવ્યું છે. આથી આ ખાતું ફ્રીઝ કરવાનું અત્યાવશ્યક હતું. આ મુજબ એનસીબીએ નરીમાન પોઈન્ટ ખાતે તસ્કરી અને વિદેશી ચલણના ગેરવ્યવહાર કાયદા (સાફેમા) સક્ષમ પ્રાધિકરણ પાસે વિનંતી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...