તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:NCB દ્વારા અન્ડરવર્લ્ડ ડોન દાઉદના ભાઈ ઈકબાલની ડ્રગ કેસમાં ધરપકડ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેરર ફન્ડિંગ અને અંડરવર્લ્ડ કનેકશન્સ સંબંધિત સંકેત મળ્યા

અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરની મુંબઈના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ બુધવારે ડ્રગ કેસમાં ધરપકડ કરી હતી. તાજેતરમાં એનસીબીએ ચરસનાં બે કન્સાઇનમેન્ટ ઝડપ્યાં હતાં, જે પંજાબના બે તસ્કરો દ્વારા કાશ્મીરથી બાઈક ઉપર મુંબઈ લાવવામાં આવ્યા હતા. આ કેસમાં આશરે 25 કિલોગ્રામ ચરસ જપ્ત કરવામાં આવ્યું હતું.આ કેસમાં વધુ તપાસ દરમિયાન એનસીબીને અન્ડરવર્લ્ડ સાથેના જોડાણના તાર મળી આવ્યા છે, જેને આધારે ઇકબાલની કસ્ટડી લીધી છે.

આ કેસની તપાસ દરમિયાન એનસીબીને ડ્રગમાંથી આવતાં નાણાંનો ઉપયોગ ટેરર ફંડિંગ માટે થતો હોવાનો અને તસ્કરોનાં અન્ડરવર્લ્ડ કનેક્શનના મહત્ત્વપૂર્ણ સંકેતો મળી આવ્યા છે.આને આધારે એનસીબીએ મુંબઇમાં પણ અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીની પૂછપરછ અને ચરસ સપ્લાયની કડી ઈકબાલ સુધી પહોંચી હતી, જેને આધારે એનસીબીએ થાણે જેલમાં સબડતા ઈકબાલનો વધુ તપાસ માટે કબજો લીધો છે. તપાસ દરમિયાન એનસીબીને એવું જાણવા મળ્યું હતું છે કે અંડરવર્લ્ડ ડ્રગ્સની કડીઓ મુંબઇ, પંજાબ, પાકિસ્તાન અને અખાતી દેશોમાં ફેલાયેલી છે. આ કારણોસર ઇકબાલ કાસકરની કસ્ટડી લેવામાં આવી છે.

નોંધનીય છે કે થોડા દિવસ પૂર્વે એનસીબીએ રાજવિંદર સિંહ અને ગુરમિત સિંહની પંજાબથી બાઈક પર ડ્રગ લાવવા પ્રકરણે ધરપકડ કરી હતી. તેમની પાસેથી 17.3 કિલો ચરસ હસ્તગત કરાયું હતું. આ પ્રકરણમાં એનસીબીએ વિશ્વસનીય માહિતીને આધારે મંગળવારે દાદર ખાતેથી 2 બાઈક જપ્ત કરી હતી, જેની પેટ્રોલની ટાંકીઓમાં વિશિષ્ટ રીતે તૈયાર કરવામાં આવેલા પોલાણમાંથી 9 કિલો ચરસ મળી આવ્યું હતું. આની કડી હવે ઈકબાલ સુધી પહોંચી છે.

અગાઉ થાણેમાં એક્સટોર્શન કેસમાં ધરપકડ
ઈકબાલને એન્ટી એક્સટોર્શન સેલના તત્કાલીન સિનિયર પીઆઈ પ્રદીપ શર્માએ ખંડણી કેસમાં પકડ્યો હતો. ઇકબાલ પર બિલ્ડરો અને વેપારીઓને ધમકી આપીને ખંડણી વસૂલીનો આરોપ મુકાયો હતો. ત્યાર બાદ ઇકબાલની નાગપાડા સ્થિત તેના ઘરેથી થાણે એન્ટી એક્સર્ટોર્શન સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. દુબઇથી મુંબઈ દેશનિકાલ થયા બાદ ઇકબાલની ફરી એક વાર ધરપકડ કરાઈ છે. ઈકબાલ પર પહેલેથી 1 હાફ મર્ડર, સારા સહારા શોપિંગ મોલ કેસમાં ધાકધમકીના 2 કેસનો સામનો કરી રહ્યો છે, જેમાં તે નિર્દોષ છૂટી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...