વિવાદમાં વધુ એક નવો પુરાવો જાહેર:નવાબ મલિકની બંને પુત્રીઓએ સમીર વાનખેડેના મેરેજ સર્ટિફિકેટ-કંકોતરી ટ્વિટ કર્યા

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્નના રિસેપ્શનનું કાર્ડ પણ પોસ્ટ કર્યું

રાજ્યના અલ્પસંખ્યાક મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રવક્તા નવાબ મલિક વિરુદ્ધ સમીર વાનખેડે વિવાદમાં વધુ એક નવો પુરાવો જાહેર થયો હતો. મલિકની પુત્રીઓએ વાનખેડેના કથિત મેરેજ સર્ટિફિકેટ અને કંકોતરી રજૂ કરીને અનેક નવા પ્રશ્ન ઉપસ્થિત કર્યા છે. નવાબ મલિકની પુત્રી નિલોફર મલિક-ખાને લગ્ન અધિકારી જે.જી.બર્મેડા બાન્દરા મેરેજ રજિસ્ટ્રાર કાર્યાલય તરફથી જારી કરવામાં આવેલ મેરેજ સર્ટિફિકેટ પોસ્ટ કર્યું હતું. એમાં યાસ્મિન અઝીઝ ખાન, નિખિલ છેડા અને ગ્લેન પટેલ એમ ત્રણ સાક્ષીદાર છે.

ઉપરાંત સમીર વાનખેડે અને નવવધુ ડો. શબાના કુરેશીની સહી છે. સમીર વાનખેડેના લગ્નની કંકોતરીમાં દાઉદ વાનખેડેના પુત્રના લગ્ન એવો ઉલ્લેખ છે. મેરેજ સર્ટિફિકેટમાં ફ્લેચર પટેલના ભાઈ ગ્લેન પટેલ અને સમીરની બહેન સાક્ષીદાર છે. નવાબ મલિક પછી હવે તેમની બંને પુત્રીઓએ સમીર વાનખેડે મુસ્લિમ હોવાના પુરાવા શેર કર્યા છે.

ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલી કંકોતરી ઉપરાંત 7 ડિસેમ્બર 2006ના સાંજે 7 કલાકે નિકાહ સમારંભ સહિત વિવાહીત વર-વધુના લગ્નના રિસેપ્શનના કાર્ડનો ફોટો પણ ટ્વિટ કરવામાં આવ્યો છે. વિશેષ વાત એટલે સમીર (શ્રી દાઉદ અને સૌ. જાહેદા વાનખેડેનો પુત્ર) એમ છાપેલું છે અને સ્થળ તરીકે અંધેરી પશ્ચિમમાં લોખંડવાલા ગાર્ડન છે.

તમામ પુરાવાઓ હોવા છતાં સમીર અને એના કુટુંબીઓ નકાર આપી રહ્યા છે. અહીં બધા માટે વધુ એક પુરાવો સમીર દાઉદ વાનખેડેના લગ્નની કંકોતરી છે. વિચિત્ર વાત એટલે જે વ્યક્તિએ ફક્ત અંદાજના આધારે ધરપકડ કરવાની માગણી કરી હતી પણ આટલા નક્કર તથ્યને સ્વીકારવાનો નકાર આપ્યો એમ નિલોફરે ટ્વિટમાં જણાવ્યું છે. પ્રયત્ન કરવા છતાં સત્ય લાંબા સમય સુધી છુપાવી શકાતું નથી. સમીર વાનખેડેનો ઈતિહાસ એટલે પેન્ડોરા બોક્સ છે અને એમાંના રહસ્યો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. તે કંઈ પણ કરે, અમે સંપૂર્ણ સત્ય જાહેર કરશું એમ પણ નિલોફરે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...