તપાસ:નવાબ મલિકે પંચને લઈને ફરીથી એનસીબી સામે સવાલ ઉઠાવ્યો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચ સાથેની લેડી ડોન કોણ છે, તેનો ફિલ્મોદ્યોગ સાથે શું સંબંધ છે? પંચ ફ્લેચર પટેલે પણ નવાબ મલિકને જવાબ આપ્યો

રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રવક્તા અને અલ્પસંખ્યાક વિકાસ મંત્રી નવાબ મલિકે ડ્રગ્સ પાર્ટી કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યનની ધરપકડ પછી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને ભીંસમાં લેવાનું ચાલુ જ રાખ્યું છે. આ વખતે તેમણે કેસના પંચ ફ્લેચર પટેલને લઈને એનસીબીની કાર્યવાહી સામે શંકા ઉઠાવી છે. જોકે આ સામે પંચ ફ્લેચર પટેલે પણ જડબાતોડ જવાબ આપ્યો છે.મલિકે શનિવારે જણાવ્યું કે સમીર વાનખેડે અને ફ્લેચર પટેલનો શું સંબંધ છે.

ત્રણ કેસમાં ફ્લેચર પટેલ પંચ કઈ રીતે છે. ફેમિલી ફ્રેન્ડને પંચ તરીકે લેવા પાછળ વાનખેડેનો શું હેતુ છે એવો પ્રશ્ન ઉઠાવ્યો છે. આ સાથે ફ્લેચર પટેલ સાથે માય સિસ્ટર લેડી ડોન કહીને એક મહિલાનો ફોટો ટગ કરવામાં આવ્યો છે તે લેડી ડોન કોણ છે અને તેનો ફિલ્મોદ્યોગ સાથે તેનો શું સંબંધ છે, એવો પ્રશ્ન મલિક દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. ફ્લેચર પટેલે આ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું, હું એક માજી સૈનિક છું. એનસીબી અને સમીર વાનખેડે બહુ સારું કામ કરી રહ્યા છે.

આથી સૈનિક ફેડરેશન મુંબઈ અધ્યક્ષ તરીકે વાનખેડેને હું મદદ કરું છું. દેશમાં ડ્રગ્સ લાવીને યુવા પેઢીને બરબાદ કરવામાં આવી રહી છે. તે રોકવાનું કામ એનસીબી કરી રહી છે. આથી હું વાનખેડેને મદદ કરી રહ્યો છું. વાનખેડેને આખો દેશ ઓળખે છે. ફોટો લેડી ડોન તરીકે તમે જેનો ઉલ્લેખ કર્યો તે બહુ મોટાં સમાજસેવિકા છે. આથી આદરથી હું તેમને લેડી ડોન કહું છું. તેમણે કોવિડકાળમાં મહત્ત્વપૂર્ણ કામ કર્યું હતું. તેઓ વાનખેડેનાં મોટાં બહેન એડ. યાસ્મિન વાનખેડે છે.

એક મહિલાનો ફોટો આ રીતે જાહેર કરવા પાછળનો તમારો હેતુ શું છે, એવો પ્રશ્ન પટેલે ઉઠાવ્યો છે. વાનખેડે, એનસીબીની દહેશત ગુનેગારોમાં હોવી જ જોઈએ. હું કોઈને ગભરાતો નથી. હું દેશ માટે કામ કરી રહ્યો છું, એમ તેમણે જણાવ્યું હતું.

મલિક પર માનહાનિનો દાવો કરાશે
દરમિયાન સમીરનાં બહેન યાસ્મિન વાનખેડેએ જણાવ્યું કે કેબિનેટ મંત્રી આવું અનવેરિફાઈડ સ્ટેટમેન્ટ આપે છે. તેમણે વિચાર કરવો જોઈએ. મારો ભાઈ યોગ્ય કાર્યવાહી કરી રહ્યો છે. હું મનસે ચિત્રપટ સેનાની ઉપાધ્યક્ષ છું અને કાયદેસર કામ જોઉં છું. મારા રાજકીય સ્ટેટસ અને કામનો તેમણે આદર કરવો જોઈએ. સમાજને તેઓ ખોટી પ્રેરણા આપી હ્યા છે. જો ભવિષ્યમાં તેઓ આવા પાયાવિહોણા આરોપ કરશે તો તેમની પર માનહાનિનો દાવો કરશ, એવો ઈશારો પણ આપ્યો છે.

મલિકે શું આરોપ કર્યા હતા
મલિકે જણાવ્યું કે ફ્લેચર પટેલ વાનખેડેનો ફેમિલી ફ્રેન્ડ છે. તે વાનખેડેનો પબ્લિસિટી કાર્યક્રમ યોજતા હોય છે. તેમના ફોટો પણ મેં ટ્વીટર પર નાખ્યા છે. સામાન્ય રીતે એકાદ ગુનો સર્જાય ત્યારે આજુબાજુના લોકોને બોલાવીને પંચનામું કરવામાં આવે છે. મારી પાસે પંચનામાનો ફોટો છે. ફ્લેચર પટેલે કયા કાર્યક્રમ આયોજિત કર્યા તેના ફોટો મેં ટ્વીટર પર નાખ્યા છે. માયસિસ્ટર લેડી ડોન તેમના ફોટો પણ મેં નાખ્યા છે, એમ મલિકે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...