હુમલો:જામીનની શરતોની ઐસીતૈસીઃ નવનીત રાણાનો મુખ્ય મંત્રી પર જોરદાર હુમલો

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતાં જ રાણા આક્રમકઃ પોલીસે ગંભીર નોંધ લીધી

અમરાવતીનાં સાંસદ નવનીત રાણાને રવિવારે બાંદરાની લીલાવતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાતાં જ બહાર આવીને તેમણે મહાવિકાસ આઘાડી સરકાર અને મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે પર જોરદાર હુમલો કર્યો હતો. ખાસ કરીને જામીનની શરતોનું તેમણે રીતસર ઉલ્લંઘન કર્યું હોવાનું કહેવાય છે. પોલીસે આ બાબતની ગંભીર નોંધ લીધી છે.નવનીત રાણાને જામીન મંજૂર કરતી વખતે કોર્ટે મિડિયા સાથે વાત નહીં કરવા જણાવ્યું હતું. જોકે રવિવારે હોસ્પિટલમાંથી બહાર આવતાં જ તેમણે મિડિયા સાથે સંવાદ સાધ્યો હતો.

હનુમાન ચાલીસા માટે હું 14 દિવસ તો શું પણ 14 વર્ષ જેલમાં રહેવા તૈયાર છું. હનુમાન ચાલીસાનું પઠન કરવાનું શું ગુનો છે? મને મહાવિકાસ આઘાડી સરકારે કઈ ભૂલની સજા આપી? મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેમાં હિંમત હોય તો તેમણે રાજ્યનો કોઈ પણ જિલ્લો પસંદ કરવો અને તે જિલ્લામાં મારી વિરુદ્ધ ચૂંટણી લડીને બતાવે, એવો પડકાર રાણાએ આપ્યો હતો. આને કારણે રાણા ફરીથી મુશ્કેલીમાં આવે એવી શક્યતા છે.રાજદ્રોહ પ્રકરણે દાખલ ગુના બાબતે મિડિયા સામે કોઈ પણ પ્રકારનું વક્તવ્ય નહીં કરવું એવી સખત તાકીદ મુંબઈ હાઈ કોર્ટે રાણા દંપતીને આપી હતી.

આ શરત પર તેમને રૂ. 50,000ના બોન્ડ પર મુંબઈ સેશન્સ કોર્ટે જામીન આપ્યા હતા. જોકે રવિવારે રાણાએ કોર્ટની શરતોનું ઉલ્લંઘન કર્યું છે એવું શિવસેનાના નેતાઓએ જણાવ્યું છે.તો ફરીથી કસ્ટડીમાં જઈ શકે : શિવસેનાનાં નેતા મનીષા કાયંદેએ જણાવ્યું કે જામીન પછી હનુમાન ચાલીસા વિવાદ સંબંધે મિડિયા સાથે સંવાદ નહીં કરવો અને આ વિવાદ બાબતે કશું પણ બોલવું નહીં એવી સખત તાકીત રાણા દંપતીને સેશન્સ કોર્ટે આપી હતી. જોકે રવિવારે તેમણે તે જ નૌટંકી કરીને કોર્ટની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. કોર્ટમાં આ સિદ્ધ થતાં રાણા દંપતીને ફરીથી કસ્ટડીમાં અથવા હોસ્પિટલમાં આરામ કરવો પડશે, એમ કાયંદેએ જણાવ્યું હતું.

કોર્ટે કઈ શરતો મૂકી હતી : કોર્ટે જામીન આપતાં જણાવ્યું હતું કે રાણા દંપતીએ તપાસમાં સહભાગી થવું, આવો કોઈ પણ વધુ વિવાદ નહીં ઊભો કરવો, પુરાવા સાથે છેડછાડ નહીં કરવી અને આ પ્રકરણ અંગે મિડિયા સાથે વાત નહીં કરવી એવી શરતો રાખી છે.

આજે કોર્ટમાં અરજીની શક્યતા
મિડિયા રિપોર્ટ અનુસાર રાણા દંપતીએ રવિવારે મિડિયા સામે જે વક્તવ્ય કર્યાં તેની મુંબઈ પોલીસે ગંભીર નોંધ લીધી છે. પોલીસે રાણાનાં બધાં વક્તવ્યોની નોંધ લીધી હોઈ સરકારી વકીલ પાસે મોકલવામાં આવશે. તેમણે કોર્ટની શરતોનું ઉલ્લંઘન કર્યું છે કે નહીં તેની તપાસ સરકારી વકીલ કરશે. આ પછી સોમવારે અથવા મંગળવારે કોર્ટમાં શરતોના ઉલ્લંઘન પ્રકરણે રાણા દંપતીના જામીન રદ કરવા મુંબઈ પોલીસ દ્વારા અરજી કરવામાં આવે એવી શક્યતા છે. આવા સંજોગોમાં કોર્ટ દ્વારા રાણી દંપતીની જામીન રદ કરવામાં આવી શકે છે અને તેમને ફરીથી કસ્ટડીમાં લેવામાં આવી શકે.

બબલી હજુ મોટી થઈ નથીઃ પેડણેકર
દરમિયાન શિવસેનાના નેતા કિશોર પેડણેકરે રાણા દંપતીને જોરદાર પ્રત્યુત્તર આપ્યો છે. નવનીત રાણાનું વર્તન સાંસદ જેવું હોવું જોઈએ. જોકે બબલી હજુ મોટી થઈ નથી તે સ્પષ્ટ દેખાય છે. અમે તેમને કાયદાથી જ પ્રત્યુત્તર આપીશું. 14 વર્ષ જેલમાં રહીશ એમ કહેવાનું આસાન છે. જોકે સમયઆવે ત્યારે તેની ખરી સમજ પડશે, એવો ટોણો પણ તેમણે આ સમયે માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...