ભાસ્કર વિશેષ:નવી મુંબઈ મહાપલિકાએ 100 ટકા રસીકરણ પૂરું કર્યું

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18 વર્ષથી મોટા તમામ નાગરિકોને રસીનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો

નવી મુંબઈ મહાપાલિકાએ પોતાના ક્ષેત્રમાં 100 ટકા નાગરિકોનું કોરોના રસીકરણના પ્રથમ ડોઝ આપ્યો છે. 100 ટકા રસીકરણ કરનાર નવી મુંબઈ મહાપાલિકા એમએમઆર ક્ષેત્રમાં પ્રથમ મહાપાલિકા અને રાજ્યની દ્વિતિય મહાપાલિકા બની છે. 100 ટકા રસીકરણનું લક્ષ્ય પૂરું કરનાર નવી મુંબઈ રાજ્યનું પ્રથમ શહેર બન્યું છે. નવી મુંબઈ મહાપાલિકા ક્ષેત્રમાં 18 વર્ષથી મોટા તમામ નાગરિકોનું રસીકરણ પૂરું કરવામાં આવ્યું છે.

નવી મુંબઈ મહાપાલિકા ક્ષેત્રમાં 11 લાખ 7 હજાર નાગરિકોને પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. બીજો ડોઝ લેનારાની સંખ્યા 52 ટકા જેટલી છે. જે વ્યક્તિઓનો વિવિધ સેવા પૂરા પાડતા મોટા પ્રમાણમાં લોકો સાથે સંપર્ક થતો હોય એવા મેડિકલ સ્ટોર, હોટેલ, સલૂન, બ્યુટી પાર્લર, પેટ્રોલ પંપ, ટોલ નાકા તેમ જ ઘેરઘેર ગેસ વિતરણ કરનાર કર્મચારીઓ, ઘરકામ કરતા મહિલા અને પુરુષો, રિક્ષા/ટેક્સી ડ્રાઈવર, સોસાયટી વોચમેન જેવા કોરોનાની દષ્ટિએ જોખમી વ્યક્તિઓ માટે વિશેષ રસીકરણ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઘર, નિરાધાર વ્યક્તિઓ, તૃતીયપંથીઓ તેમ જ કોરી ક્ષેત્ર અને રેડલાઈટ એરિયામાં વિશેષ રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. બીછાને પડેલા વ્યક્તિઓ માટે ઘરે જઈને રસીકરણ કરવામાં આવ્યું હોવાથી મુંબઈ મહાપાલિકા 100 ટકા રસીકરણનો તબક્કો પાર પાડી શકી છે એમ મહાપાલિકા કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું. .

દિવાળી પછી કોરોના સંક્રમણ વધવાની શક્યતાઃ આરોગ્ય મંત્રી રાજેશ ટોપે
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા ખૂબ ઓછી છે અને બીજી લહેર સંપૂર્ણપણે ઓસરી નથી. દિવાળી પછી કોરોનાના દર્દીઓની સંખ્યા ફરીથી વધી શકે છે. આ પાર્શ્વભૂમિ પર આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ સાવચેતીનો ઈશારો આપ્યો છે. અત્યારે ક્યાંય ત્રીજી લહેરની શરૂઆત નથી.

જોકે દિવાળી પછી કોરોનાના દર્દીઓની સંખ્યા વધે એવો ટાસ્કફોર્સનો અંદાજ છે. અત્યારે દર્દીઓની સંખ્યા ઓછી થઈ છે. પોઝિવિટી દર ઓછો થયો છે. જોકે કોરોનાની ટેસ્ટ ઓછી થઈ નથી. કોરોનાની બીજી લહેરની તીવ્રતા ઓછી થઈ છે. આ રસીકરણનો ફાયદો છે એમ ટોપેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...