તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:નવી મુંબઈ એપીએમસી શાક માર્કેટ 24 કલાક ખુલ્લી રહેશે

મુંબઈ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હાલમાં 700 ટ્રકની આવક થતા દરરોજ મોટા પ્રમાણમાં ગિરદી થાય છે

નવી મુંબઈ શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. એના માટે થોડા પ્રમાણમાં એપીએમસીમાં થતી ગિરદી કારણભૂત છે. શાક માર્કેટમાં દરરોજ 700 ટ્રકની આવક થતી હોવાથી સવારના સમયમાં આઠથી દસ હજાર લોકોની એક સાથે ગિરદી થાય છે. એના લીધે કોરોનાના નિયમોનું પાલન થઈ શકતું નથી. આ ગિરદી પર નિયંત્રણ મેળવવા એપીએમસી પ્રશાસને સમયમાં ફેરફાર કરવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. પરોડઢિયે 2 વાગ્યે શરૂ થતી શાક માર્કેટ બુધવારથી સાંજે 6 વાગ્યે શરૂ થશે. મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં શાકભાજીની આવક થાય છે.

ગિરદીનું વિભાજન થાય એટલે 8 કલાકને બદલે હવે શાક માર્કેટ 24 કલાક ચાલુ રહેશે સાંજે 6 વાગ્યાથી શાક લઈ આવતી ટ્રકોને માર્કેટમાં પ્રવેશ આપવામાં આવશે. રાત્રે 10 વાગ્યે વેપારીઓ તરફથી ધંધો શરૂ થાય પછી મુંબઈ અને ઉપનગરોમાં શાકભાજી પહોંચાડતા વાહનોને પ્રવેશ મળશે. નવી મુંબઈ એપીએમસીમાં શાકભાજી, ફળો, કાંદાબટાટા, મસાલાની માર્કેટ છે. આ માર્કેટમાં મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં માલની આવક થાય છે. દિવસે સાતથી આઠ હજાર વાહનોની અવરજવર થાય છે. તેથી હજારોની સંખ્યામાં માથાડી કામદારો, વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો, ખરીદી કરનારની માર્કેટમાં આવજા થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો