વિવાદ:નવી મુંબઈ એરપોર્ટનું કામ પ્રકલ્પગ્રસ્તો ફરીથી બંધ પાડશે

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકો ડી બી પાટીલનું નામ આપવા આગ્રહી છે

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું કામ છેલ્લાં ઘણાં બધાં વર્ષોથી ચાલી રહ્યું છે. હજુ સુધી એરપોર્ટનું કામ પૂરું થયું નથી. દરમિયાન આ એરપોર્ટના નામકરણનો વિવાદ પણ ચાલુ હોઈ ત્યાંના સ્થાનિકોએ દિવંગત સામાજિક કાર્યકર્તા અને માજી સાંસદ ડી બી પાટીલનું નામ આપવાની માગણી કરી છે.

શિવસેના દ્વારા શિવસેનાના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેનું નામ આપવાનો આગ્રહ પકડી રાખ્યો છે. આ પરથી છેલ્લા ઘણા સમયથી વાદવિવાદ ચાલી રહ્યો હોઈ હવે ફરી એક વાર પ્રકલ્પગ્રસ્તો અર્થાત સ્થાનિકોએ એલગાર પોકાર્યો છે.

નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને ડી બી પાટીલ નામ આપવા માટે સ્થાનિકો આક્રમક બની ગયા છે. શાંતિને માર્ગે અમે અનેક આંદોલનો કર્યાં છે. જોકે સિડકો અને રાજ્ય સરકારે ભૂમિપુત્રોની આ અગ્રહી માગણી તરફ આંખ આડા કામ કર્યા હતા. આથી હવે સિડકો અને રાજ્ય સરકાર સુધી પોતાની માગણી આક્રમક રીતે રજૂ કરવાનો નિર્ધાર પ્રકલ્પગ્રસ્તોએ કર્યો છે.

આગામી 13 જાન્યુઆરીના રોજ 27 ગામડાં પ્રકલ્પગ્રસ્ત કૃતિ સમિતિના નેતૃત્વ હેઠળ ભૂમિપુત્ર નિર્ધાર પરિષદ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું હોઈ આગામી 24મી તારીખથી નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું કામ બંધ આંદોલન કરવાનો નિર્ધાર પ્રકલ્પગ્રસ્તોએ આયોજિત કરેલી પત્રકાર પરિષદમાં કર્યો છે. આથી હવે પ્રકલ્પગ્રસ્ત વિરુદ્ધ રાજ્ય સરકાર એમ સીધો વિવાદ થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...