તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:લોનાવલા-ખંડાલા ઘાટમાં કુદરતી સૌંદર્યનો આસ્વાદ માણી શકાશે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી 26 જૂનથી શરૂ થનાર મુંબઈ-પુણે ડેક્કન એક્સપ્રેસમાં પારદર્શક છતવાળો વિસ્ટાડોમ ડબ્બો જોડવામાં આવ્યો

કોરોનાની બીજી લહેર આવ્યા પછી પ્રવાસીઓના અભાવે બંધ કરવામાં આવેલી મુંબઈ-પુણે ડેક્કન એક્સપ્રેસ શનિવાર 26 જૂનથી ફરીથી શરૂ થાય છે. આ ટ્રેન હવે એલએચબી ડબ્બાઓ સાથે દોડવાની છે અને એમાં પારદર્શક છતવાળો વિસ્ટાડોમ કોચ જોડવામાં આવ્યો છે. તેથી પ્રવાસીઓ રૂ. 835માં લોનાવલા-ખંડાલાના ધોધ અને કુદરતી સૌંદર્ય માણવા મળશે.

વિસ્ટાડોમ કોચમાં એક તરફ ખુલ્લી જગ્યા છે જેથી પ્રવાસીઓ ત્યાં ઊભા રહીને પ્રવાસનો આનંદ માણી શકશે. વિસ્ટાડોમ કોચમાં વાઈડ વિન્ડો પેન અને કાચની છત (ટોપ), ૧૮૦ ડિગ્રીએ રિવોલ્વિંગ અને પુશબેક ખુરશીઓનો સમાવેશ છે. ટ્રેન નંબર 01007 સ્પેશિયલ ડેક્કન એક્સપ્રેસ 26 જૂનથી સીએસએમટીથી દરરોજ 7.00 કલાકે છૂટશે અને સવારે 11.05 વાગ્યે પુણે પહોંચશે. વળતા પ્રવાસમાં ટ્રેન નં. 01008 બપોરે 3.15 કલાકે પુણેથી રવાના થશે અને સીએસએમટી સાંજે 7.05 વાગ્યે પહોંચશે. વિસ્ટાડોમના કારણે મુંબઈ-પુણે રૂટના પ્રવાસીઓ માથેરાનના ડુંગરા (નેરળ), સોનગીર ડુંગર (પલસદરી), ઉલ્હાસ નદી (જાંબરુંગ નજીક), ઉલ્હાસ વેલી, ખંડાલા અને લોનાવલાનું કુદરતી સૌંદર્ય દક્ષિણ-પૂર્વ બોરઘાટના બોગદા અને વર્ષાઋતુમાં ખળખળ વહેતા ધોઘ જેવા કુદરતી નજારા માણી શકશે.

ફક્ત કન્ફર્મ ટિકિટ ધરાવતા પ્રવાસીઓને જ ટ્રેનમાં પ્રવેશ આપવામાં આવશે. પ્રવાસીઓએ કોવિડ-19ના તમામ નિયમોનું પાલન કરવું પડશે. આ ટ્રેન કલાકે 180 કિલોમીટરની ઝડપે દોડશે. એક ડબ્બામાં 44 સીટ છે. સંગીતપ્રેમીઓ માટે ડિજિટલ ડિસ્પ્લે સ્ક્રીન અને સ્પીકર્સ છે. ડબ્બાઓમાં વાયફાયની સુવિધા પણ છે. મુંબઈ-પુણે ડેક્કન એક્સપ્રેસ દાદર, થાણે, કલ્યાણ, નેરળ (ફક્ત ટ્રેન નંબર 01007), લોનાવલા, તળેગાવ, ખડકી અને શિવાજીનગર સ્ટેશનમાં ઊભી રહેશે. આ ટ્રેનમાં એક વિસ્ટાડોમ કોચ, 3 એસી ચેર કાર, 10 સેકન્ડ ક્લાસ સીટીંગ, 1 ગાર્ડ બ્રેક વેન સહિત સેકન્ડ ક્લાસ સીટીંગ ક્લાસના ડબ્બા છે.

જનશતાબ્દી સાથે ડેક્કસ એક્સપ્રેસ સંલગ્ન કરી
મુંબઈ-ગોવા રૂટ પર દોડતી દાદર-મડગાવ જનશતાબ્દી એક્સપ્રેસને તાજેતરમાં જ એલએચબી ટેકનોલોજીવાળો નવો વિસ્ટાડોમ કોચ જોડવામાં આવ્યો છે. આ ટ્રેનને સીએસએમટીથી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી એનું મેઈનટેનન્સ ત્યાં જ થશે. તેથી આ જ ટ્રેન નંબર બદલીને મુંબઈથી પુણે ડેક્કસ એક્સપ્રેસ તરીકે ચલાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...