તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બળવાખોરી:વિધાન પરિષદની થનારી ચૂંટણીમાં રાષ્ટ્રવાદી - ભાજપમાં બળવાખોરી

મુંબઈ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિધાન પરિષદની થનારી ચૂંટણીમાં રાષ્ટ્રવાદી - ભાજપમાં બળવાખોરી

વિધાન પરિષદમાં પદવીધર અને શિક્ષક મતદારસંઘમાં થનારી ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી અને ભાજપનો સીધો સામનો થવાનો છે. ભાજપ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. આવા સમયે પુણે અને સંભાજીનગરમાં બંને પક્ષમાં બળવાખોરી થઈ છે. એમાં યુતિ અને મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષ રયત ક્રાંતી અને પ્રહાર સંગઠનના ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હોવાથી બંને પક્ષ માટે માથાનો દુખાવો વધ્યો છે. પુણે પદવીધર સીટ માટે ભાજપ તરફથી સંગ્રામસિંહ દેશમુખને ઉમેદવારી આપવામાં આવી છે. રાષ્ટ્રવાદીએ છેલ્લી ઘડીએ અરુણ લાડની ઉમેદવારી જાહેર કરી. એના વિરોધમાં રાષ્ટ્રવાદીના નેતા ગ્રામવિકાસ મંત્રી હસન મુશરીફના સમર્થ ભૈયા માનેએ ઉમેદવારી પત્ર ભર્યું છે. ભાજપના મિત્ર પક્ષ રયત ક્રાંતિ સંગઠનના પ્રોફેસર એન.ડી.ચૌગુલેએ ઉમેદવારી જાહેર કરી છે.

તેથી આ ચૂંટણીમાં રસાકસી વધી છે. ગયા વખતની જેમ બળવાખોરીનો ફટકો ન પડે એ માટે રાષ્ટ્રવાદી તરફથી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સંભાજીનગર પદવીધર સીટ માટે ભાજપ તરફથી શિરીષ બોરાળકરને ઉમેદવારી આપવામાં આવી છે. એના વિરોધમાં ભાજપ નેતા પંકજા મુંડેના સમર્થક પ્રવીણ ઘુગે, બીડના ભૂતપૂર્વ જિલ્લાધ્યક્ષ રમેશ પોકળેએ બળવો પોકાર્યો હોવાથી બોરાળકરની અડચણો વધી છે. રાષ્ટ્રવાદીએ વિધાનસભ્ય સતીશ ચવ્હાણને ફરીથી ઉમેદવારી આપી છે. એમાં રાષ્ટ્રવાદીના તાલુકાધ્યક્ષ પ્રોફેસર ઈશ્વર મુંડે, મહાવિકાસ આઘાડીના ઘટકપક્ષના રાજ્યમંત્રી બચુ કડુના પ્રહાર સંગઠને સચિન ઢવળેને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હોવાથી રાષ્ટ્રવાદીનો માથાનો દુખાવો વધ્યો છે.

નારાજ નેતાઓ સાથે સંવાદ
હું નારાજ નથી. કાર્યકર્તાઓ નારાજ હશે તો તેમની સાથે કેવી રીતે વાત કરવી એની મને ખબર છે. રમેશ પોકળે અને પ્રવીણ ઘુગે મારા સમર્થક જણાવવા ખોટી વાત છે. તેઓ ભાજપના સમર્થક અને કાર્યકર્તાઓ છે. તેઓ ઉમેદવારી પાછી ખેંચે એ માટે હું વાત કરીશ એમ ભાજપ નેતા પંકજા મુંડેએ જણાવ્યું હતું.

રાષ્ટ્રવાદીની જીતનો વિશ્વાસ
રાષ્ટ્રવાદી કોંગ્રેસના બંને ઉમેદવાર ચોક્કસ વિજયી થશે. પક્ષના અધિકૃત ઉમેદવારોના વિરોધમાં અરજી દાખલ કરનારાઓને સમજાવીને ઉમેદવારી પાછી ખેંચવામાં આવશે એમ રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો