તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:નરસી મોનજીએ રોગોથી બચાવતો માસ્ક બનાવ્યો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશના પ્રથમ બેટરી ઓપરેટેડ માસ્કમાં કોપર ફિલ્ટરનો ઉપયોગ કરાયોે

મુંબઈની નરસી મોનજી સ્કૂલ ઓફ સાયન્સે ટીપી100 એટલે કે ટોટલ પ્રોટેક્શન માસ્કની નિર્મિતી કરી છે. આ દેશનો પ્રથમ બેટરી ઓપરેટેડ માસ્ક છે અને એમાં બેટરી સાથે કોપર ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોરોના હોય કે કોઈ પણ વાયરસ, બેકટેરીયા હોય, આ માસ્કના સંપર્કમાં આવતા જ અથવા પૃષ્ઠભાગ પર ભેગા થતા જ થોડી જ ક્ષણોમાં નાશ પામે છે. તેથી માસ્કના ઉપયોગથી પૂર્ણપણે તમે સુરક્ષિત રહેશો એવો દાવો આ માસ્કની નિર્મિતી કરનાર નરસી મોનજી સ્કૂલ ઓફ સાયન્સના પ્રોફેસરનો છે.

છેલ્લા આઠ મહિનાથી આ પ્રકારના માસ્કના સંશોધન પર નરસી મોનજી સ્કૂલ ઓફ સાયન્સના ડીન ડોકટર નિતીન દેસાઈ અને પ્રોફેસર વૃષાલી જોશી કામ કરતા હતા. બધું સંશોધન થયા પછી આ માસ્ક સંપૂર્ણ ઉપયોગ માટે તૈયાર થયો છે અને ટૂંક સમયમાં બજારમાં આવશે. આ માસ્કના સંશોધનના બે પેટન્ટ મળ્યા છે. આ માસ્ક વિવિધ 40 ડિઝાઈનમાં તૈયાર કરવામાં આવ્યા છે. આ ટોટલ પ્રોટેક્શન માસ્કની નિર્મિતી નરસી મોનજી યુનિવર્સિટી પોતે કરશે અને મિલ્ટન ફાર્મા કંપની માસ્ક બજારમાં લાવશે.

આ માસ્કના ઉપયોગથી તમે વાયરસ, બેકટેરિયાથી પૂર્ણપણે સુરક્ષિત રહેશો. અત્યારે વપરાતા સાદા માસ્કના કારણે જેમાં કપડું હોય કે એન-95 માસ્ક હોય એનાથી એર ક્વોલિટી ફિલ્ટર થાય છે પણ એમાં વાયરસ, બેકટેરિયા ચાર્જ હોવાથી તે નેગેટિવ પોઝિટિવ તરફ આકર્ષિત થાય છે. તેથી આ ટીપી100 માસ્કમાં કોપર ફિલ્ટરનો ઉપયોગ કર્યો છે અને બેટરી ઓપરેટરથી ચાર્જ આપ્યો છે.

સામાન્ય રીતે 3 વોલ્ટ સુધીનો સપ્લાય કોપર ફિલ્ટરને આપવામાં આવે છે. ચાર્જ કોપર ફિલ્ટરના કારણે પૃષ્ઠભાગ પર આવતા વાયરસ, બેકટેરિયા, ફંગસ ન્યૂટ્રલ થાય છે, નાશ પામે છે. તેથી પૂર્ણપણે પ્રોટેક્શન મળે છે એમ આ માસ્કની નિર્મિતી કરનારા પ્રોફેસર ડો. નિતીન દેસાઈએ જણાવ્યું હતું.

800 થી 1200 રૂપિયા કિંમત
આ માસ્કની બહારની બાજુ વોશેબલ છે. છ મહિના સુધી એની બેટરી ટકી શકે છે. તેથી સામાન્ય રીતે એક માસ્ક છ મહિના વાપરી શકાય છે. પર્યાવરણના દષ્ટિકોણથી પણ આ માસ્કની નિર્મિતી મહત્ત્વની છે. આ બેટરીની ઈફેક્ટ 3 વોલ્ટ ખૂબ ઓછી હોવાથી માસ્ક પહેર્યા બાદ એની કોઈ પણ અસર નાક પર, મોબાઈલનો ઉપયોગ કરતા, કે પાણી પડતા થતી નથી. લેબમાં એની પૂરતી ટેસ્ટિંગ થઈ છએ.

72 કલાક વાપરવા છતાં આ માસ્કમાં બેકટેરિયલ ગ્રોથ ઝીરો મળી છે. આ માસ્ક બાબતે કોરોના પર છેલ્લા ત્રણ મહિનાથી હાફ્ફકીનમાં ટેસ્ટિંગ ચાલુ હતું. એના રિઝલ્ટ પણ પોઝિટિવ મળ્યા છે. આ માસ્કની કિંમત બજારમાં રૂ. 800 થી રૂ. 1200 હશે. આ માસ્ક જ્યાર બજારમાં આવશે ત્યારે અનેક જણને પૂર્ણપણે સુરક્ષિત રાખવા મદદરૂપ થશે એવો વિશ્વાસ પ્રોફેસરે વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...