તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નારાયણ રાણેનો ઈનકાર:બદનામીકારક વક્તવ્ય નહીં કરવાની કોર્ટને બાંયધરી આપવાનો નારાયણ રાણેનો ઈનકાર

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 17 સપ્ટેમ્બર સુધી રાણે સામે કાર્યવાહી નહીં કરાય એવી સરકારની હાઈકોર્ટમાં ખાતરી, જન આશીર્વાદ યાત્રા ફરી શરૂ કરશે

મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ અશોભનીય અને સમાજમાં વેરઝેર પેદા કરતું વિધાન કરવાના આરોપ હેઠળ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની મંગળવારે પોલીસે સંગમેશ્વર ખાતેથી ધરપકડ કરી હતી. રાણેને મહાડની ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કોર્ટમાં મોડી રાત્રે જામીન પર મુક્ત કરવામાં આવ્યા. જોકે આ ઘટનાને લઈને આખો દિવસ રાજ્યભરમાં તીવ્ર પ્રત્યાઘાત પડ્યા હતા. આ પછી હવે નારાયણ રાણેએ નાશિક, પુણે, મહાડ અને થાણેમાં તેમની સામે દાખલ કરવામાં આવેલી ફરિયાદો રદ કરવા માટે બુધવારે હાઈ કોર્ટમાં ધા નાખી હતી.3

રાણે સામે 17 સપ્ટેમ્બર સુધી કોઈ પણ કાર્યવાહી નહીં કરાશે એવી બાંયધરી રાજ્ય સરકાર વતી હાઈ કોર્ટને આપવામાં આવી હતી. આમ, રાણેને 17 સપ્ટેમ્બર સુધી હવે દિલાસો મળ્યો છે. આથી તેઓ તેમની જન આશીર્વાદ યાત્રા ફરીથી શરૂ કરવા માટે સુસજ્જ બન્યા છે..

ઠાકરે વિરુદ્ધ કરાયેલા વક્તવ્ય સંબંધમાં સર્વ ગુનાઓમાં પોતાની સામે આગામી સુનાવણી સુધી કાર્યવાહી નહીં કરવામાં આવે એવો આદેશ આપવાની દાદ રાણેએ હાઈ કોર્ટમાં ચાહી હતી. જોકે અરજીમાં ફક્ત નાશિકના ગુનાનો સમાવેશ હોવાથી આ જ પ્રકરણમાં કાર્યવાહી નહીં કરવાની સરકારે બાંયધરી આપી હતી. આ પછી કોર્ટે સરકારની રજૂઆત માન્ય કરીને 17 સપ્ટેમ્બર સુધી કાર્યવાહી નહીં કરવાનો આદેશ આપ્યો હતો.

ઉપરાંત કોર્ટે આગામી સુનાવણી સુધી સરકારમાંના કોઈની પણ વિરુદ્ધ બદનામીકારક વક્તવ્ય નહીં કરશે એવી બાંયધરી માગવામાં આવી હતી. જોકે રાણેએ હાઈ કોર્ટને આવી બાંયધરી આપવાનો ઈનકાર કર્યો હતો. રાણેએ કોઈ પણ બદનામીકારક વિધાન નહીં કરવું એવી સરકાર તરફથી માગણી કરવામાં આવી હતી. જોકે રાણે કોઈ પણ વિધાન નહીં કરશે એવી બાંયધરી આપી શકાય નહીં એવી રજૂઆત રાણે વતી વકીલોએ કરી હતી.

ભાજપ ઠાકરેને 75,000 પત્ર લખશે
દરમિયાન ભાજપના નેતા આશિષ શેલારે જણાવ્યું કે રાણેની ધરપકડ ગેરકાયદેસર હતી. પરિવહન મંત્રી અનિલ પરબે ધરપકડના આદેશ આપ્યા હતા. તેઓ શું ગૃહમંત્રી છે. આથી શરદ પવારે પણ નારાજી વ્યક્ત કરી હોવાનું જાણવા મળે છે. ગૃહમંત્રીપદ રાષ્ટ્રવાદી પાસે હોવા છતાં પરબ ઘૂસણખોરી કેમ કરે છે.રાણેએ ધરપકડ પછી જામીન માટે અરજી કરી હતી તેની સુનાવણી બાકી હતી તે પૂર્વે જ અરજી રદ થશે એવું તેમણે જણાવ્યું હતું.

ચાલુ પત્રકાર પરિષદમાં માઈક પર આ રેકોર્ડ થયું છે. આથી આ સંપૂર્ણ પ્રકરણની સીબીઆઈ થકી તપાસ થવી જોઈએ એવી માગણી તેમણે કરી હતી.શેલારે એમ પણ જણાવ્યું કે આદેશના સ્વાતંત્ર્યનો અમૃત મહોત્સવ છે તે યાદ રાખવા પત્રના સ્વરૂપમાં મુખ્ય મંત્રી ઠાકરેને 75,000 પત્ર લખવામાં આવશે. શરદ પવાર જેવા સંયમી આગેવાન સરકારમાં હોવા છતાં શિવસેના સંકુચિત રાજકારણ કરે છે. નાણાં મંત્રીએ આ આખી પ્રક્રિયામાં દલાલો મારફત હસ્તક્ષેપ કર્યો હોવાનો આરોપ પણ શેલારે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...