પૂછપરછ:ચાર આતંકવાદીઓની પૂછપરછ કરવા નાંદેડ પોલીસ હરિયાણામાં

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આતંકવાદીઓએ પકડાયા પછી નાંદેડ જતા હતા એવું જણાવ્યું હતું

હરિયાણાના કરનાલમાં ચાર પાકિસ્તાની આતંકવાદીઓને પોલીસે ઝડપી લીધા પછી તેમની પૂછપરછમાં મહારાષ્ટ્રના નાંદેડનું કનેકશન બહાર આવતાં નાંદેડ પોલીસની એક વિશેષ ટીમ પૂછપરછ કરવા માટે હરિયાણા રવાના થઈ છે. આતંકવાદીના વાહનમાંથી પોલીસે શસ્ત્રો, આઈઈડી પણ જપત કર્યાં હતાં.

આ ચારેય આતંકવાદીઓની ધરપકડ પછી તેમણે જણાવ્યું કે તેઓ નાંદેડ તરફ જતા હતા. આથી નાંદેડ પોલીસે વધુ વિગતો મેળવવા માટે ગઈ છે. આરોપીઓ તેલંગાણા તરફ વિસ્ફોટકોની ડિલિવરી કરતા જતા હતા ત્યારે હરિયાણા પોલીસે ગુરુવારે સવારે કરનાલ ખાતેથી તેમને ઝડપી લીધા હતા.

કરનાલના એસપી ગંગા રામ પુનિયાએ જણાવ્યું કે ચાર આતંકવાદીઓ પાકિસ્તાનમાંથી આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવતા તેમના આકાઓ સાથે સંપર્કમાં હતા. પાકિસ્તાનમાંથી વિસ્ફોટકો અને શસ્ત્રો કયાં ડિલિવરી કરવાનાં છે તે અંગે આ આતંકવાદીઓને એપ થકી જાણકારી આપવામાં આવતી હતી. તેઓ નાંદેડમાં એક જગ્યાએ જતા હતા તે પૂર્વે જ ઝડપાઈ ગયા હતા.

નાંદેડની એસપી પ્રમોદકુમાર શેવાળેએ જણાવ્યું કે અમારી એએક ટીમ હરિયાણા ગઈ છે. તેઓ ચાર આતંકવાદીઓની પૂછપરછ કરશે અને તે પછી આગામી રણનીતિ ઘડી કાઢશે.ચારેય આતંકવાદી પંજાબના છે. તેમના વાહનમાંથી ત્રણ કન્ટેઈનરમાં 2.5 કિલો શંકાસ્પદ આરડીએક્સ, પાકિસ્તાન બનાવટની પિસ્તોલ, 31 જીવંત કારતૂસ અને 1.3 લાખ રોકડ મળી આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...