તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ પદે નાના પટોલેનું નામ જાહેર

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 6 કાર્યકારી અધ્યક્ષ અને 10 પ્રદેશ ઉપાધ્યક્ષના નામની પણ ઘોષણા

આખરે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ પદે નાના પટોલેના નામની અધિકૃત ઘોષણા કરવામાં આવી હતી. ગુરુવારે પટોલેએ વિધાનસભા અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપ્યું હતું અને શુક્રવારે કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ પદે તેમની વરણી થઈ હતી. છેલ્લા એક મહિનાથી કોંગ્રેસના નવા પ્રદેશાધ્યક્ષ બાબતે અનેક ચર્ચાઓ થઈ રહી હતી. કોંગ્રેસના અનેક નેતાઓના નામ આ પદ માટે ચર્ચાઈ રહ્યા હતા. તેથી અનેક તર્ક-વિતર્ક કરવામાં આવતા હતા. આખરે પ્રદેશાધ્યક્ષ તરીકે નાના પટોલેના નામની ઘોષણા શુક્રવારે કરવામાં આવી હતી. તેમની સાથે જ કાર્યકારી અધ્યક્ષની પણ નિયુક્તી કરવામાં આવી હતી.

નાના પટોલે ઓબીસી સમાજનું નેતૃત્ત્વ કરે છે. એક આક્રમક નેતા તરીકે તેમની ઓળખ છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પક્ષનું સંગઠન મજબૂત કરવા માટે આવા જ આક્રમક નેતૃત્ત્વની જરૂર છે. તેથી કોંગ્રેસના હાઈકમાન્ડે નાના પટોલેના માટે સહમતી દર્શાવી હોવાનું બોલાઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ તાકાત આપવાની જવાબદારી પટોલે પર રહેશે. નાના પટોલેની સાથે જ 6 કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા હતા. એ સાથે જ 10 પ્રદેશ ઉપાધ્યક્ષની પણ નિમણુક કરવામાં આવી છે.

10 નવા પ્રદેશ ઉપાધ્યક્ષ
કોંગ્રેસના 10 નવા નિયુક્ત કરવામાં આવેલા પ્રદેશ ઉપાધ્યક્ષમાં શિરીષ ચૌધરી (જળગાવ), રમેશ બાગવે (પુણે), હુસૈન દલવાઈ (મુંબઈ), મોહન જોશી (પુણે), રણજીત કાંબળે (વર્ધા), કૈલાસ ગોરંટયાલ (ઔરંગાબાદ) બી.આઈ.નગરાળે, શરદ અહેર (નાશિક), એમ.એમ.શેખ (ઔરંગાબાદ) અને માણિકરાવ જગતાપ (રાયગડ)નો સમાવેશ છે.

કાર્યકારી અધ્યક્ષ
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે શિવાજી મોેઘે (યવતમાળ), બસ્વરાજ પાટીલ (ઉસ્માનાબાદ), નસીમ ખાન (મુંબઈ), કુણાલ પાટીલ (ધુળે), ચંદ્રકાંત હંડોરે (મુંબઈ) અને પ્રણિતી શિંદે (સોલાપુર)ની નિયુક્તી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો