તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશેષ કાર્યક્રમનું આયોજન:નાયર હોસ્પિટલને 100 વર્ષ પૂરાં ,100 કરોડના ભંડોળની ઘોષણા

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભગવાન મંદિરમાં નહીં રહેતાં ડોક્ટરના રૂપમાં આવ્યા છેઃ ઉદ્ધવ ઠાકરે

નાયર હોસ્પિટલને 100 વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન શનિવારે કરવામાં આવ્યું હતું. તેમાં મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ ખાસ હાજરી આપીને રૂ. 100 કરોડના ભંડોળની ઘોષણા કરી હતી. આ સમયે તેમણે હોસ્પિટલ પાસેથી અમુક અપેક્ષાઓ પણ વ્યક્ત કરી હતી. કોરોનાકાળમાં ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓએ આપેલા યોગદાન માટે તેમણે આભાર પણ માન્યા હતા.

સંસ્થા 100 વર્ષની અથવા ઈમારત 100 વર્ષની નથી. આ નિર્જીવ ઈમારતને બધાએ જીવ રેડીને સજીવ કરેલી ઈમારત છે. આ વાસ્તુમાં તેઓ જીવ લાવ્યા તેથી ગમે તેવો દર્દી આવે તો પણ સાજો થઈને રહે છે એવી મારી ધારણા છે. મહાપાલિકા – સરકાર ભંડોળ આપતી જ હશે, પરંતુ 100 વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે મહાપાલિકા અને સરકાર વતી બંને ખિસ્સા હાલમાં મારા જ છે.

આથી હું આજે બંને ખિસ્સામાં હાથ નાખીને રૂ. 100 કરોડનું ભંડોળ આ સંસ્થા માટે જાહેર કરું છું.આની પાછળ મારી ભાવના એવી છે કે અનેક દાનવીરોએ આ જમીન આપવાથી લઈને ઈમારત ઊભી કરવા સુધી યોગદાન આપ્યું છે અને આજે પણ અવિરત દાન ચાલુ જ છે. આથી તમે બધાને જીવદાન આપી શકો છો. હવે 100 વર્ષ નિમિત્તે એવું કામ કરી બતાવો કે આગામી 100 વર્ષ પછી પણ તે ઉપયોગી થાય, એમ તેમણે જણાવ્યું હતું.

ડોક્ટરો નર્સની મહત્ત્વપૂર્ણ ભૂમિકા
આ સંસ્થાએ પ્રતિકૂળ સમયમાં પણ કામ ચાલુ રાખ્યું હતું. મન હોય તો માળવે જવાય તે તેણે સિદ્ધ કરી બતાવ્યું છે. આ સંસ્થા નિર્માણ રકર્યા પછી પોતાનો જીવ જોખમમાં મૂકીને અન્યોનો જીવ બચાવવાનું કામ ડોક્ટરો અને નર્સોએ કર્યું છે. હોસ્પિટલના બધા કર્મચારીઓએ છેલ્લાં 100 વર્ષ અહોરાત્ર મહેનત કરી છે. મંદિરો બંધ છે, પ્રાર્થના બંધ છે. ભગવાન ક્યાં છે. ભગવાન ફક્ત મંદિરમાં કે પ્રાર્થનાસ્થળમાં નહીં રહેતાં ડોક્ટરોના રૂપમાં આવ્યા છે. આ જ ખરા ભગવાન છે, જેઓ આપણા જીવ બચાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...