તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:નાગપુર કંપનીના ડાયરેક્ટરની GST કૌભાંડમાં ધરપકડ

મુંબઈ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

રૂ. 49.19 કરોડના જીએસટી ચોરી કૌભાંડમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સના નાગપુર એકમે કંપનીના ડાયરેક્ટરની ધરપકડ કરી છે. આરોપીએ ઈનપુટ ટેક્સ ક્રેડિટનો ખોટી રીતે લાભ લીધો હતો. જીએસટી ચોરી કરવા માટે કેટલીક કંપનીઓના ડાયરેક્ટરો નકલી ઈન્વોઈસીસ બનાવે છે અને કાગળ પર કંપનીઓ ઊભી કરીને ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ લે છે. આવા લોકો પર વોચ રાખવામાં આવી રહ્યો છે. તેના ભાગરૂપ નાગપુરની કંપનીના ડાયરેક્ટરની ધરપકડ કરવામાં આવી છે, એમ નાગપુર યુનિટના ડીજીજીઆઈ એડિશનલ ડાયરેક્ટર પ્રદીપ ગુરુમૂર્તિએ જણાવ્યું હતું. આ કંપની દેશમાં વિવિધ સ્થળે વર્ક કોન્ટ્રાક્ટ સર્વિસ પૂરી પાડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો