તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:મુંબઈ કોંગ્રેસમાં આપસી સંઘર્ષ: જગતાપ વિરુદ્ધ રાહુલને ફરિયાદ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યાં જ અસંતોષ સપાટી પર

પંજાબ અને રાજસ્થાનમાં બળવો શાંત કરવાનો પ્રયાસ કરતી કોંગ્રેસ સામે વધુ એક નવું સંકટ ઊભું થયું છે. મુંબઈ મહાપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જ મુંબઈ કોંગ્રેસમાં અંદરોઅંદર ખેંચતાણ ચરમસીમાએ પહોંચી છે. વિધાનસભ્ય ઝિશાન સિદ્દીકીએ મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ ભાઈ જગતાપ વિરુદ્ધ પક્ષ શ્રેષ્ઠા પાસે ફરિયાદ કરી છે. સિદ્દીએ કોંગ્રેસનાં હંગામી અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પત્ર લખીને જગતાપ વિરુદ્ધ નારાજી વ્યક્ત કરી છે.

બધા પક્ષો સાથે કોંગ્રેસ પણ મુંબઈ મહાપાલિકાની ચૂંટણીની તૈયારી લાગી છે. જોકે ચૂંટણી નજીક આવી રહી છે તેમ આંતરકલહ સપાટી પર આવી રહ્યો છે. જગતાપની કાર્યપદ્ધતિ વિરુદ્ધ સિદ્દીકીએ અનેક વાર નારાજી બોલીને બતાવી હતી. જોકે આ વખતે મામલો સીધો પક્ષ શ્રેષ્ઠી પાસે પહોંચતાં તેની ગંભીરતા વધી છે.મને જગતાપ દ્વારા અવગણવામાં આવે છે. મારી વિરુદ્ધ તેઓ કામ કરી રહ્યા છે.

મારા મતવિસ્તારમાં કોંગ્રેસના કાર્યક્રમમાં મને બોલાવવામાં નહીં આવ્યો. મુંબઈ યુવા કોંગ્રેસની ચૂંટણીમાંસિદ્દિકીને મદદ કરશે તેમને પક્ષમાં પદ નહીં મળશે એવું જગતાપે નગરસેવક અને પદાધિકારીઓને કહ્યું હોવાનો આરોપ પણ સિદ્દિકીએ કર્યો છે.થોડા દિવસ પૂર્વે બીકેસી પોલીસ સ્ટેશનમાં મુંબઈ કોંગ્રેસ વતી પોલીસોને કોરોના સંબંધી આવશ્યક સાધનસામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સિદ્દીકીની ઉંમર જેટલો મારો અનુભવઃ જગતાપ
જગતાપે આ વિશે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે સિદ્દીકીની ફરિયાદ ચોક્કસ શું છે તે તમે તેને જ પૂછો. કોંગ્રેસમાં લોકશાહી છે. દરેકને તેમના વિચાર રજૂ કરવાના અધિકાર છે. સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી પાસે વિચાર રજૂ કરવાના અધિકાર છે. મુંબઈમાં અમારા ચાર વિધાનસભ્ય છે. તેમાંથી સિદ્દીકી સૌથી યુવાન છે. તેનો ઉત્સાહ હું સમજી શકું છું. તેની ઉંમર કરતાં પણ વધુ વર્ષ હું રાજકારણમાં છું અને ફક્ત કોંગ્રેસમાં જ રહ્યો છું. આથી મારી કારકિર્દી, કામકાજની પદ્ધતિ નેતાઓ જાણે છે. અધ્યક્ષ તરીકે ઈરાદાપૂર્વક મેં કોઈની સાથે અલગ વર્તણૂક કરી નથી. પ્રોટોકોલ હોય તો તે સિદ્દીકીને પણ લાગુ થાય છે અને મન પણ. હું તેની જોડે ચર્ચા કરીશ, નારાજી વિશે રસ્તો કાઢીશું, એમ જગતાપે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...