તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શિવરી વિસ્તારમાં 72 વર્ષના હિંદુ પાડોશીના અંતિમસંસ્કાર કરવા માટે મુસ્લિમ બાંધવોએ મદદ કરીને દાખલો બેસાડ્યો છે. લોકડાઉનને લીધે મૃતકના સંબંધીઓ પહોંચી નહીં શકતાં મુસ્લિમ બાંધવોએ અંતિમસંસ્કાર કર્યા હતા. શિવરીના ઝકરિયા બંદર વિસ્તારમાં છેલ્લા થોડા મહિનાથી લકવાગ્રસ્ત 72 વર્ષીય પાંડુરંગ ઉબાળેનું સોમવારે નિધન થયું હતું. તેઓ છેલ્લા થોડા દાયકાથી શિવરીમાં આ મુસ્લિમોનું વર્ચસ ધરાવતા વિસ્તારમાં પોતાની પત્ની અને પુત્ર સાથે રહેતાં હતાં.સોમવારે પાંડુરંગના નિધન પછી લોકડાઉનને લીધે મુલુંડ, નવી મુંબઈમાં બેલાપુર અને રાયગઢ જિલ્લામાં અલીબાગ ખાતે તેમના સંબંધી અંતિમસંસ્કાર માટે આવી શક્યા નહોતા. ઉબાળેની વૃદ્ધિ પત્ની અને પુત્ર અંતિમસંસ્કારની વિધિઓની એકલાં વ્યવસ્થા કરી શકે એમ નહીં હોવાથી તેમણે પાડોશીઓને વિનંતી કરી હતી, જેઓ આગળ આવ્યા હતા અને અંતિમસંસ્કાર વિધિમાં મદદ કરી હતી.અંતિમસંસ્કારમાં ગયેલા પાડોશી આસીફ શેખે જણાવ્યું હતું કે અમે ઉબાળેને લાંબા સમયથી જાણતા હતા. તેઓ હંમેશાં અમારા ઉત્સવોમાં ભાગ લેતા હતા અને અમે તેમના તહેવારોનો ભાગ બનતા હતા. આથી આવા સમયે અમે આગળ આવ્યા અને અંતિમસંસ્કાર કરવા માટે મદદરૂપ થયા હતા. ગયા મહિને બાંદરા વિસ્તારમાં એક હિંદુ બાંધવના મૃત્યુ પછી સંબંધીઓ પહોંચી નહીં શકતાં મુસ્લિમ પાડોશીઓએ કાંધ આપી હતી અને અંતિમસંસ્કાર કરવામાં મદદ કરી હતી.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.